________________
૩ : ઉપકાર-અપકારનો વિવેક
વીરસં. ૨૪૫૬, વિ.સં. ૧૯૮૯, પોષ વદ-૧૨ રવિવાર, તા. ૨૩-૧-૧૯૩૦
• પૌદ્ગલિક રસિકતા એ જ પાપ : • સમયધર્મના નામે સગવડિયા ધર્મની શોધમાં :
સમ્યગ્દષ્ટિનાં વિવેકચક્ષુ : પાપસ્થાનકને પુણ્યસ્થાનક બનાવાય ખરું પણ મનાવાય નહિ :
એ તો વાંદરાને દારૂ પાઈ નિસરણી આપવા જેવું! • ઉપકારનું સ્વરૂપ સમજો !
સાધુ શાના વિરોધી છે ? • જીવનમાં કાંઈ નહિ ને અમે પચ્ચીસમા તીર્થંકર?
પદ્ગલિક રસિકતા એ જ પાપ:
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી. શ્રીસંઘને સુરગિરિની સાથે સરખાવતાં, એની વજમયી પીઠને સ્થાને સમ્યગ્દર્શન કહે છે, તે સમ્યગ્દર્શન મેરૂપીઠની જેમ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. પાંચ દોષો સમ્યગ્દર્શન, રૂપ પીઠમાં પોલાણ કરનારા છે. જો એ પાંચ દોષો દ્વારા એ પીઠમાં પોલાણ થાય તો કુમતની વાસનારૂપ પાણીનો એમાં પ્રવેશ થાય; અને જો એમ થાય તો શ્રીસંઘરૂપ સુરગિરિ સ્થિર રહી શકે નહિ. એ જ કારણે એ પાંચ દોષોમાં પહેલો દોષ શંકા છે. એ શંકા દોષ ઘણો જ કારમો છે. એ દોષનું પરિણામ પણ આપણે “અષાઢાભૂતિ' નામના આચાર્યના આખ્યાનથી જોઈ આવ્યા છીએ. એ શંકા દોષથી મલિન અંતઃકરણવાળા આત્માને શ્રી જિનેશ્વરદેવના વચનમાં જેવો જોઈએ તેવો વિશ્વાસ નથી રહેતો અને એ અવિશ્વાસ તત્ત્વદૃષ્ટિ માટે ઘણો જ અનિષ્ટકર છે, એમાં કશી જ શંકા નથી. એ જ કારણે અનંત ઉપકારી મહાપુરુષો ફરમાવે છે કે -
_ "जिनमतगतां शङ्कां कुर्वननेकपार त्रिकापायपदं स्यात्"
“શ્રી જિનેશ્વરદેવના મતમાં કહેલા કોઈ પણ પદાર્થની અંદર શંકા કરનારો આત્મા, પરલોક સંબંધી અનેક અપાયોનું સ્થાન થાય, અર્થાત્ એવા આત્માને પરલોકમાં અનેક અપાયોના ભોક્તા થવું પડે છે.”