________________
601
૩ : ઉપકાર-અપકારનો વિવેક - 43
તે જ કારણે કહ્યું છે કે
-
૩૧
“विमलमपि हि चेतः शङ्कया पङ्किल स्यात्, पय इव च पयोधेः कर्दमोद्दामयोगात् ।
तदनु च जिनवाक्ये प्रत्ययः स्यादगाढः, स च खलु परिपन्थी तत्त्वदृष्टेरनिष्टः । । १ । । "
‘ઉદ્દામ કીચડના યોગથી જેમ સાગરનું પાણી કાદવવાળું થાય તેમ નિર્મલ પણ અંતઃકરણ શંકાથી મલિન થાય. એ મલિનતા થયા પછી શ્રી જિનેશ્વરદેવના વચનમાં રહેલો જે વિશ્વાસ, તે શિથિલ થઈ જાય છે અને એ શિથિલ વિશ્વાસ તત્ત્વદૃષ્ટિનો કારમો શત્રુ છે.’
જેમ શંકા દોષ કારમો શત્રુ છે તેમ કાંક્ષા દોષ પણ ભયંકર શત્રુ છે. અત્રે એ જ દોષની વાત ચાલે છે. પરમતની અભિલાષા તે કાંક્ષા. ‘શ્રી જિનેશ્વરદેવના કલ્પતરૂ જેવા મતને મૂકી, બાવળ જેવા અન્ય મતની ઇચ્છા કરે કોણ ?’ આ વાત ખરી, પણ આત્માને જ્યાં સુધી આત્મભાવનું ભાન નથી થતું ત્યાં સુધી એને સત્ય કરતાં સહેલું બહુ ગમે છે. મુશીબતે અહીં આવ્યો, પણ વિના તકલીફે ધર્મી મનાવાતું હોય તો એ ઇચ્છા ઝટ થાય છે. દુનિયાના પ્રાણીઓની ભાવના સહેજે સહેલાઈ તરફ વળે છે, કારણ કે, પુદ્ગલાનંદી આત્માઓને પુદ્ગલનો આનંદ મળતો હોય અને ધર્મી‘મનાવાતું હોય, તો તે બહુ ગમે છે. જગતના જીવો પુદ્ગલના રસિયા છે, એટલે એની ખાતર આત્મા વસ્તુ ભૂલવા તૈયાર છે. આસ્તિક માત્ર માને છે કે, આત્મા અને શરીર ભિન્ન છે, શરીરને છોડીને આત્મા જવાનો છે; છતાં શરીરની ચિંતામાં આત્માને પ્રાયઃ કોઈ યાદ પણ કરતું નથી. કહો કે, શરીર માટે આત્માને ભૂલનારા કેટલા ?
સભાઃ લગભગ બધા જ !
જ્યારે શરીરની ચિંતામાં આત્માને ભૂલનારા લગભગ બધા જ ત્યારે આત્મા માટે શરીરની ચિંતાને ભૂલનાર શોધવા પડે, અરે, શોધતાંયે હાથ ન આવે એ શું ઓછું શોચનીય છે ? શરીર અને આત્માની ભિન્નતાનો સ્વીકાર કરવાં છતાં પણ શરીરની ઉપાસના એ જ પ્રધાનપદે રહે છે. દૂધની મધુરતા પાણીથી વધારે છે, છતાં પણ ‘હંસ’ પક્ષીમાં જ એ ગુણ છે કે, પાણીને દૂર કાઢીને દૂધ પીએ પણ બીજા પક્ષીમાં એ ગુણ નથી; તેમ શરીર અને આત્માની ભિન્નતા આસ્તિક માત્ર સ્વીકારે, પણ આત્માને જડના સંસર્ગથી અલગ કરવા ખાતર શરીરનાં સુખ વર્જનાની શક્તિ તો જૈનમુનિરૂપી હંસમાં જ છે. જાણે ઘણા, બોલવામાં કોઈને હરકત નહિ. પણ વર્તાવમાં જ મુશ્કેલી છે. આથી