________________
634
૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
માટે જ એને સારો માનો તો તો કહેવું જ પડે કે તમારા હૃદયમાં દુનિયાના પદાર્થો કરતાં એ મતની કિંમત વધતી નથી.
આ દર્શનના અનુયાયીને જેમ એ બધું મળે છે તેમ ઇતર ધર્મના અનુયાયીઓને એ ધર્મના પ્રભાવે પણ એ બધું તો મળે છે. જો કે, આ દર્શનના અનુયાયીઓને ઘણું જ સારું મળે છે એ વાત ખરી; પણ એથી કાંઈ આ દર્શનની મહત્તા જેવી જોઈએ તેવી વધતી નથી ! આ દર્શનની મહત્તા તો મોક્ષ અપાવે છે, એ માટે છે. આ દર્શનનો અનુયાયી જ્યારે પોતાને મળેલા ભોગમાં રંગાતો નથી ત્યારે ઇતર દર્શનનો અનુયાયી તો મળેલા ભોગમાં રંગાય છે. આ દર્શનમાં મોક્ષની સાધના સહજ છે. આ દર્શનના અનુયાયીનો સંસાર પાતળો. પડે, દુનિયાના રંગરાગ એના મોળા પડે અને કુટુંબી વગેરે ઉપરનો સ્વાર્થી પ્રેમ પણ ઘટે.
સમ્યગ્દષ્ટિને કોઈ કહે છે કે, ‘અમુક દેવ તો લાખ આપે છે' તો એ કહે કે, અમારે એ ન જોઈએ, અમારે તો છોડાવનારા જોઈએ. કોઈ કહે કે, ‘અમુક ગુરુ બધું બતાવે છે, બધું આપે છે’ તો એ કહે કે, ‘અમારા ગુરુ તો કેવળ મોક્ષમાર્ગ જ કહે, ગુરુ થઈને ઘરબાર આપે એ ન પાલવે, ગુરુ કદી ઘરબાર માંડવાનું ન કહે, જો ગુરુ એમ કહે તો કહીએ કે તમે અમારાથી ભૂંડા છો' આ બધું હોઠેથી નહિ પણ હૈયાથી નીકળવું જોઈએ. હોઠે તો આ મતને સારો કહો છો પણ, ટકે ત્યારે કે જ્યારે હૃદયથી કહો.
જ્યાં સુધી દેવ, ગુરુ અને ધર્મની મહત્તા જે હેતુથી છે તે હેતુ નહિ સમજાય ત્યાં સુધી શ્રેય નહિ થાય. શ્રી જિનશાસનની મહત્તા શ્રીસંઘ ન સમજે એ કેમ ચાલે ? પોતાને જૈનસંઘમાં ગણાવતી એક વ્યક્તિ કહે છે કે, ‘જે સમાજમાં ચારસો સાધુ વસે છે તે સમાજ ભીખ માંગે ? એક પણ સાધુ એવા ચમત્કારી નહિ કે લક્ષ્મીવાન બનાવી દે ?' વિચારો, આ મહાનુભાવે કેટલી અક્કલ દોડાવી ? મહાવ્રતો સાથે આ વાતને કશો પણ મેળ છે ?
સભા નહિ સાહેબ.
પણ જ્યાં સાંસારિક ઉદય એ જ ધ્યેય હોય ત્યાં પ્રભુશાસનની મહત્તા શી રીતે સમજાય ! ‘સાધુ સંસારના પોષક ન હોય પણ શોષક જ હોય,’ એવો નિશ્ચય જેઓને ન હોય તેઓ આવું બોલે એમાં કશી નવાઈ નથી; પણ જ્યારે તેઓ પોતાને સંઘના પ્રતિનિધિ તરીકે ઓળખાવવા બહાર આવે છે ત્યારે જ નવાઈ લાગે છે કે, આવાઓ, અને સંઘમાં ? તમે પણ ધર્મમાં સારાપણાની બુદ્ધિ