________________
૨૭૪ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
.. 844 તમે હાથ જોડવા લાયક છો. તમારી દશા જોઈને અમને તમારી એકાંતે દયા આવે છે કે – “આ બિચારા વિના કારણે શા માટે દુઃખી થાય છે ?' શ્રીમંત, ગરીબ બધા એક રીતે દુ:ખી છે. એ બિચારા ન શાંતિથી ખાય, ન શાંતિથી બેસેઊઠે, ન શાંતિથી સૂએ, ન શાંતિથી વાતચીત કરે, ન શાંતિથી સ્નેહી સાથે બોલચાલે, ન શાંતિથી પાંચ મિનિટ પણ બેસી શકે - આવા એ બંધા દુ:ખી છે. કદી સ્નેહી સાથે વાત કરે ત્યારે પણ હૈયામાં બળતરા કોઈ જુદી જ ચાલતી હોય. કોઈની સાથે હાથ મીલાવે ત્યારે પણ તેને ઊઠાં ભણાવવાનું ચાલુ જ હોય. આ રીતે ન સુખે ખાવું પીવું કે ન સુખે બેસવું ઊઠવું કે ઊંઘવું, આ બધો ત્યાગ એ કાંઈ ત્યાગ નથી પણ એ તો રાગનોયે બાપ છે. રાગના માટે કરાયેલા ત્યાગને હિતકર કહેવાય ? ઇચ્છા વિના સારી કરણી થઈ જાય એનો લાભ જરૂર મળે પણ રાગને પોષવા માટેનો ત્યાગ તો ભયંકર છે. અત્યારે આ વાત આત્મકલ્યાણ માટેના ત્યાગની ચાલે છે. ધર્મક્રિયાની વાત જુદી છે. ઇચ્છા વિના થયેલી ધર્મક્રિયા પણ લાભદાયક તો છે જ. સાધુ શરીરના લાભની નહિ પણ આત્માના લાભની વાત કરે.”
ત્યાગ પણ અનેક હેતુએ થાય છે. મોક્ષની સાધના માટે પણ થાય છે અને સંસારની સાધના માટે પણ થાય છે. શરીરને સાચવવા માટે આજે ન ખાય એ ત્યાગ નથી, કારણ કે એ તો કાલે સારી રીતે ખવાય માટે આજે નથી ખાતો. તાવ આવે ત્યારે વૈદ્ય કહે કે-“આજે નહિ ખાય તો જ કાલે ખાઈ શકીશ” માટે એ આજે ખાવાનો ત્યાગ કરે છે. ત્યાં ભાવના ત્યાગની નથી પણ બીજે દિવસે સારી રીતે ખાવાની છે.
સભા: “પણ એથી શરીરને તો લાભ થાય ને ?'
-અહીં આત્માના લાભની વાત ચાલે છે. શરીરના લાભની વાત સમજાવવા હું બેઠો નથી. શરીરનો લાભ બતાવનારા નહિ મળે તો પૈસા આપીને પણ તમે તે મેળવવા જવાના. એમાં વાંધો નહિ આવે. જે લાભ દુનિયામાં ક્યાંય ન મળે તે લાભ વગર પૈસે, હજારો ગાળો ખાઈને પણ સમજાવવા હું મહેનત કરું છું. શરીર માટે તો બધી ક્રિયા કરવા લોકો તૈયાર છેશરીર સાચવવા માટે ચાર વાગે ઊઠે, ઉઘાડા શરીરે અખાડામાં પહોંચે, નાચે કૂદ બધું કરે-એમ કરતાં ઠોકર વાગે, હાથપગ ભાંગે તો તેથી પણ ગભરાય નહીં - કહે કે – વાગે પણ ખરું – પણ આ કંઈ ત્યાગ નથી. શાસ્ત્ર પણ આને ત્યાગ નથી કહેતું - પૈસા માટે ધારું તો હમણાં તમારી પાસે ત્યાગ કરાવી શકું. મૂઠી વાળીને કહું કે “આમાં કાંઈક છે” તો ઘડીવારમાં પાંચ હજાર હાથ જોડતા આવે-“ક્યાંથી