________________
૨૦ : અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય : - 60
૨૭૫
આવ્યું ?’ એમ એ ગાંડાઓ ન વિચારે. દુનિયાના પદાર્થોનો લોભ એવો છે કે એની લાલચ બતાવી લોકોને ક્ષણવા૨માં અનુયાયી બનાવાય.
845
વૈદ્યો અને ડૉક્ટરો ગમે તેવા વ્યસનીઓનાં વ્યસન છોડાવવા સમર્થ છે, ગમે તેવું ખાવાની ટેવવાળાને એ ખાવું પીવું બંધ કરાવવા સમર્થ છે, ગમે તેવા વિલાસીઓના વિલાસ બંધ કરાવવા સમર્થ છે; કેમકે ત્યાં શરીરની સાચવણી એ મુદ્દો છે. ડૉક્ટર કહે કે વિલાસભુવનમાં ગયો તો મરી જઈશ તો ‘હેં !’ કહીને ન જવાનું કબૂલે પણ મુનિ કહે કે ‘અબ્રહ્મમાં પાપ છે' તો તરત કહે કે - ‘હશે ! પણ અમારાથી એનો ત્યાગ થાય એમ નથી. આ જમાનામાં આવી વાતો ન ચાલે - પોતે છોડ્યું માટે બર્ધાને છોડાવવા નીકળ્યા છે વગેરે'. આત્મીય લાભ સમજીને કોઈ કશું છોડવા તૈયાર નથી - લાખના સવા લાખ કરવા માટે બૅન્કમાં મૂકવા ખુશીથી જાય છે કાગળ‘લઈ આવે ને લાખ મૂકી આવે છે. અહીં ધર્મસ્થાનમાં જરૂર હોય ત્યાં આપવામાં વાંધા. કદી આપે તો આટલા નહીં પણ આટલા એમ બને તેટલા ઓછેથી જ પતાવે.
-
સભા ‘અહીં લાભ પ્રત્યક્ષ દેખાતો નથી.’
-અધૂરું ન બોલો. કહો કે પ્રત્યક્ષ દેખાતો નથી અને પરોક્ષ મનાતો નથી. આજની તમારી શ્રદ્ધા સાચી છે કે બનાંવટી એ કહો ! ધર્મના ફળની શ્રદ્ધામાં આજના આસ્તિકો. સાચા છે કે કાચા ? એ અહીં મુદ્દો છે. આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક જાણ્યા પછી એની વાતો કરતાં છતાં, અવસરે એ ભુલાય ? ન૨ક જેવી ચીજ દરેક પાપપ્રવૃત્તિ કરતાં યાદ કેમ ન આવે ? અસત્ય ન બોલાય એમ જાણવા છતાં દરેક વેપારી ગ્રાહક સાથે કેવી વાત કરે છે ? ‘હું જૂઠું બોલું ? જોઈ લ્યો આ ભરતિયું !' એમ કહે, પણ પાછું ભરતિયું પણ બનાવટી હોય, આવી આજે દશા છે. ‘જૂઠું એ પાપ છે’ એ માન્યતા છે એવી શ્રદ્ધા આવા વર્તનથી કેમ રખાય ? માનો કે માન્યતા છે પણ તે આવા વર્તનથી પછી ક્યાં સુધી ટકે ? સારા અને સાચા નિમિત્તે ખોટાં વ્યસનો છોડવાનું જ્ઞાનીએ કહ્યું. જે લોકોએ ગુણના નામે ભયંકર દોષો અપનાવ્યા, પરિણામે એમના ગુણ ગયા અને દોષો બહાર આવ્યા; એ સ્થિતિ ન આવવા દેવા માટે આ મહેનત છે.
સંસારમાં નથી રહેવું એ માન્યતાવાળો સંસારમાં કેવી રીતે રહ્યો હોય ? ક્રિયા ભલે એકની એક હોય પણ જુદી જુદી રીતે રહેનારની રહેણીકહેણીમાં ભેદ પડે કે નહિ ? આજે સંસાર પણ કેવો છે એનું વર્ણન થાય એમ નથી. આજે મોટે ભાગે કોઈ સાચો ગૃહસ્થ પણ નથી. ગૃહસ્થ એટલે ભાગાભાગ કરનાર