________________
968 – ૨૭ ધર્મની મહત્તા સ્વતઃસિદ્ધ છે - 67 –- ૩૯૩ એવો એ ભયંકર પાપાત્મા પણ મરતાં મરતાં મિથ્યાત્વનું આવરણ ખસવાથી ભગવાન મહાવીરને ઓળખી શક્યો અને સમ્યક્ત પામી ગયો-એના મરણ બાદ શ્રી ગૌતમસ્વામી ભગવાનને એની ગતિ પૂછે છે અને ભગવાન સ્વયં કહે છે “પ્રાપ્ત તેન સવā'-એ પામી ગયો-લાવો દુનિયાભરમાં આવી નિષ્પક્ષતા. સાત દિવસ તેજોવેશ્યાની તીવ્ર વેદના સહન કરી અકામ નિર્જરાના યોગે મિથ્યાદૃષ્ટિનું આવરણ ખસી જવાથી સમ્યક્ત પામ્યો.'
સભાઃ “ભગવાનને કેવળજ્ઞાન પછી પણ તેજોલેશ્યા અસર કરે ?'
કરે, નિરૂપક્રમી આયુષ્ય હોવાથી મરે નહિ પણ તાપ તો લાગે ને ? શરીર શરીરનો ધર્મ બજવ્યા વિના ન રહે. અહીં વિચારવાનું એ છે કે આવા ભયંકર પાપી માટે પણ કેટલો નિષ્પક્ષપાત ! ભગવાનના સેવક છતાં જે ભૂલ્યા ત્યાં આ ગ્રંથકારો ભૂલ્યા લખે છે. અરે ! ભગવાનના જીવનમાં એમના પૂર્વભવોમાં એમની પણ ભૂલો ગ્રંથકારો બતાવ્યા વિના રહ્યા નથી. આ બધું વાંચવું નહીં અને ગમે તેમ ગપ્પાં ચલાવવાં એ ચાલે ?
ગોશાળાને અંગે શું કહેશો ? ભગવાન મહાવીર એને સાચવી ન શક્યા, કે એ પામર ભગવાનને પારખી ન શક્યો ? એની ભૂલનો આરોપ ભગવાન પર મુકાય ? તેવી રીતે કોઈ સંસારનો કીડો શ્રી જિનેશ્વરદેવના ધર્મનો ત્યાગ કરે ત્યાં ધર્મની ખામી બતાવાય ? એ બતાવનારી સમુદાય અને એના નાયક કઈ જાતના હશે તે વિચારી લો-સંસ્કારો નષ્ટ થાય તેનું જ આ પરિણામ છે-નહિ તો આવા વિચાર કેમ આવે.?
સભાઃ “ગોશાળાએ ભગવાનને પરખ્યા તો ખરા ને ?'
છેલ્લે મરતી વખતે પરખ્યા, પહેલાં તો નહિ જ-પહેલાં તો ખીર માટે, માલપાણી માટે જ પરખ્યા હતા. ભગવાનની તીર્થકરપણાની ઋદ્ધિ જોઈને એ તો એવું પણ બોલ્યો છે કે “આટલી આટલી ઋદ્ધિ છતાં હજી આ સંતોષ પામતો નથી.” ભગવાનને પરખ્યા હોય તો આવું બોલે ? ભગવાનને ગાળો દે ? મારવા જાય ?. તેજોવેશ્યા મૂકે? પોતાની તેજોવેશ્યા પોતાને વળગી, તીવ્ર વેદના અનુભવી, એથી અકામ નિર્જરાના યોગે મિથ્યાત્વનું આવરણ ખસ્યું અને મરતાં મરતાં સમક્તિ પામ્યો, ભગવાનને ત્યારે ઓળખ્યા, ખૂબ પસ્તાવો કર્યો-આ બધું કોઈ જાણતું ન હતું પણ ભગવાને પોતે કહ્યું કે “એ પામી ગયો.” આવો નિષ્પક્ષપાત બીજે ક્યાં મળવાનો ?
આજની વાત જુદી છે. શાસ્ત્રોમાંથી પણ ફાવતું લેવું છે, બીજાને અડવું નથી. માની, પ્રપંચી મિથ્યાદૃષ્ટિ આત્માઓનું એ લક્ષણ છે કે ફાવતું લેવું. જે