________________
1139
- ૩૭ : સંઘની મર્યાદા - 7 !
૫૬૯
સભાઃ “મુનિ ગૃહસ્થના દેખતાં ન ખાય તેનું કારણ ?'
કારણ ઘણાં છે. ગમે તેવો તોયે ગૃહસ્થ. સાધુના પાત્રમાં સામાન્ય ચીજ પણ હોય અને સારી પણ હોય. પેલો ગૃહસ્થ પરિણત પણ હોય ને અપરિણત પણ હોય-તેને ક્યારે કયા વિચાર આવે તે શું કહેવાય ? માટે આ બાબતમાં વધુ ન બોલાવો-સાનમાં સમજો. ગમે તેવો શ્રાવક તોયે ગૃહસ્થ. શાસ્ત્રકારે એને તપાવેલા લોઢાના ગોળા જેવો કહ્યો. ચપટો પણ ન કહ્યો પરંતુ ગોળો જ કહ્યો, કેમકે એ ગબડે જ. ગોળો પણ તપાવેલા લોઢાનો, એટલે લાલઘૂમ હોય. જ્યાં ગબડે ત્યાં બાળે. બાળે એટલે કાળું કરે. એ ગોળો ઢાળમાં બહુ ગબડે. ઘણા ગોળા તો ઢાળ પર જ છે. કોઈક જ ખાડા ઉપર રહી ટકેલા છે. આવા ગોળાઓથી સાધુએ સાવધ રહેવું ઘટે. એ ગોળાના સંપર્કમાં આવી જે સાવધ ન રહ્યા અને પોતાની ફરજ ચૂક્યા તે ચંપાયાં. પાળેલાં જંગલી જાનવરોએ કેટલાય માલિકનાં અંગો ફાડી ખાધાં, એ જાણો છો ને ? પેલો માલિક “હું છું, હું છું” કરે પણ તે પેલો સાંભળે ? એ તો કહે કે “મને તારા લોહીના સ્વાદની ગંધ આવી ગઈ છે. હવે ન છોડું.” કઈ બળવાન હોય ને જડબું મજબૂત હાથે પકડી રાખી છટકીને બચી જાય, તો એ વાત જુદી. એ બધા ભયને હું ઘોળીને પી ગયો છું
શ્રાવક ગમે તેવો તોયે આરંભી, મહારંભી, પરિગ્રહી, મારાતારામાં પડેલો, એ શું ન કરે છે. જે સાધુ મર્યાદા ચૂક્યા તેને ગૃહસ્થોએ પોતાના જેવા બનાવ્યા. આજ્ઞા જેમની માનવી પડે તેમને પોતાની આજ્ઞા મનાવવા લાગ્યા. ગુરુને ગુરુ મટાડી શિષ્ય બનાવ્યા. પોતાના જેવી કાર્યવાહી એ ગૃહસ્થો તે સાધુઓ પાસે કરાવી રહ્યા છે. .
અભિમાનનાં પૂતળાં બનેલા કેટલાક ગૃહસ્થો તો આજે એમ પણ બોલે છે કે-“સાધુઓ અમારું કેમ ન માને ?' આવી માન્યતા તેમના હૈયામાં હોય અને પછી કોઈ તેમનું માનનાર મળે તો શું થાય, એ પૂછવા જેવું છે ? એ તો જ્યાં ત્યાં કહેતા ફરે કે “જે સાધુને હજારો માને છે તે પણ અમને માને છે.” આ દશા આવી ત્યાં બાકી શું રહે ? એવા ગૃહસ્થોને કોઈ એમ કહે કે-“તમારા વિના ઘણાં કામ અટકી પડ્યાં છે,” તો એ તરત આવે. અહીં આવે અને અમે પણ કહીએ કે ભાગ્યશાળી ! તમે બહુ પુણ્યવાન છો, તમારા વિના તો બધું અટકી પડ્યું છે, તમે હતા તો બધું નભતું હતું.” બસ, પછી પૂછવું શું ?
સભા: “એવા ગૃહસ્થો અહીં કેમ નથી આવતા ?”