________________
788
૨૧૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
થાય. બીજાઓ પણ સમજી જાય કે ‘એ નહિ બોલે’-એટલે એ વખતે કોઈ એની સાથે બીજી આડીઅવળી વાત કરે જ નહિ. આવી ટેવ પાડો ! એકત્રિત થયેલા સંઘમાં દુનિયાદારીની વાતો થાય એ દોષ કે ગુણ ? દોષ-ગુણનો વિભાગ ન કરી શકો તો એના પરિણામે શાસનની ખરાબી થાય, ધર્મની હાનિ થાય-આ બધો વિવેક ભુલાતો જાય છે, એના કારણે ધર્મસ્થાનો પાપસ્થાનો થવા માંડ્યાં છે !
શ્રી સંઘ ભેગો થાય એ કયા ઠરાવો કરે ? બધી વાતના યોગ્ય રીતે ભેદ પાડો. બધા ભેગા થઈ દુનિયાની વાતો કરતા હોય ત્યાં સાધર્મિકનાં દર્શનનો આનંદ મનાય ? તીર્થયાત્રા માટે સંઘ નીકળે ત્યારે તેના પ્રર્વેશ-મહોત્સવ ગામેગામના સંઘ કરે છે, જમાડે છે, ભક્તિ કરે છે, બધું કરે છે પણ વેપારીનું ટોળું નીકળે તો કાંઈ કરે છે ? એના સ્નેહી સંબંધીઓ કાંઈ કરે.એ વાત જુદી પણ સંઘ કરે ? કોઈ પરદેશની સફરે જતો હોય તો એના સ્નેહી બહુમાન કરે પણ સંઘ કરે ? જ્યારે, સંઘ તો નાનામાં નાનો અને નજીકના અગાશી જેવા તીર્થનો નીકળે તોયે બાજુના ગામવાળા બધી ભક્તિ કરે. આમ ધર્મની અને દુનિયાની કાર્યવાહીના ભેદ પાડતા થાઓ ! આ વિવેક શીખો તો ધર્મના નામે ચાલતો ધર્મ વધતો જશે અને અધર્મ આપોઆપ બંધ થશે.
બધી કાર્યવાહી તેને લગતા બંધારણના આધારે થાય;
વેપારી ભાવતાલ બજારના આધારે કહે. ધારાશાસ્ત્રી કાનૂનના આધારે વાત કરે. વૈદ્ય ચિકિત્સાશાસ્ત્રના આધારે વર્તે. તેમ સંઘના માણસો ભેગા થાય તે શાના આધારે વિચારે ? ધર્મશાસ્ત્રોના ને ? દર્દી માટે ડૉક્ટરોની કૉન્ફરન્સ ભેગી થાય. ત્યાં વકીલ નકામો આવી ચડ્યો હોય તો બેસે પણ વચ્ચે અભિપ્રાય ન આપે. કાયદાની બારીકી વિચારવાની હોય ત્યાં વકીલોની કૉન્ફરન્સની જરૂ૨. વેપા૨ના નિયમો ઘડવા માટે વેપારીમંડળ જોઈએ. આજે જુઓ ! દરેક સંસ્થાઓ અલગ અલગ છે. મર્ચન્ટ ચેમ્બર જુદી, ડૉક્ટરોનું ઍસોસિયેશન જુદું, વકીલ્લનું મંડળ જુદું, રાજકીય પરિષદ જુદી, મહાસભા જુદી, મોડરેટ જુ, જહાલ જુદા, મવાળ જુદા, ઉદ્દામવાદી જુદા, એમ બધું જુદું છે ને ? એક જાતના વિચારવાળા ભેગા થઈ એમનું અલગ બંધારણ કરી અલગ વ્યવસ્થા ન ગોઠવે તો નભે નહિ . તો પછી અહીં ધર્મમાં જ બધો ખીચડો કેમ ભેગો બાફવામાં આવે છે ? વેપાર, વહેવા૨ અને ધર્મ એ બધાના વિચાર એક જ સંસ્થા કરે ? બધી ચીજના ફડચા એક જ ટોળું ભેગું થઈને કરે એ ચાલે ? કેળવણી અંગે