________________
૧૬ : સાધર્મિક ભક્તિ - 56
૨૧૯
વિચારણા કરવા અભણ ટોળું ભેગું થાય તો શું કરે ? અભ્યાસક્રમ નક્કી કરવાનો હોય ત્યાં ભણેલાને બેસાડાય કે મજૂરોને ? જૈનો આ બધો વિવેક ન કરે તો ઉદયની વાતો નકામી છે. દુનિયાની વાતો ધર્મના નામે કરાય તો વિનાશ સર્જાઈ ચૂક્યો સમજજો !
ધર્મ શામાં એ સમજો !
વેપાર કરવો એ ધર્મ ? ઘર બંધાવવું એ ધર્મ ? છોકરાં પરણાવવામાં ધર્મ ? રસોઈ બનાવવી એ ધર્મ ? અમે તો બધું મૂકીને અહીં આવ્યા. અમારે એ કાંઈ કરવાનું નથી. તમે કહી શકો છો કે-અમે વેપાર ન કરીએ, ઘર ન બંધાવીએ, ચૂલા ન સળગાવીએ, છોકરા-છોકરી ન પરણાવીએ, એ બધું કેમ બને ? કેમકે અમે હજી વ્યવહારમાં બેઠા છીએ, તો એ વાત કબૂલ પણ એ કાંઈ ધર્મ કહેવાય ? નહાવું, ધોવું, ચાહપાણી પીવાં, વેપાર-ધંધા કરવા, શરીરની સેવા કરવી, એ બધાને ધર્મ કહેવાય ? એ બધું કરતા હો તે તમે જાણો પણ જૈન થઈને અમુક કામ ન કરી શકાય, અમુક સ્થાનોમાં ન જઈ શકાય, એમ તો કહેવાય ને ? આ બધું સમજાય તો ભ્રમણા ન થાય. ક૨વું બધું પડે છે એ વાત જવાદો પણ જે કરવું પડે એ ધંધો ધર્મ ખરો ? ધર્મ અને વ્યવહારનો વિવેક કરો !
789
જો ખાવા-પીવાને ધર્મ માનો તો નવકા૨શી, પોરશી, આયંબિલ, ઉપવાસ વગેરેને શું માનશો ? ઉપવાસ કરો તો દાતણ કરવાના ધર્મનું ખંડન થાય ને ? કહો કે ઉપવાસ એ ધર્મ, દાતણ એ વ્યવહાર. શરીરરૂપી ખોખું વળગ્યું છે, મમતા છૂટતી નથી એટલે એ ખરાબ ન દેખાય માટે કરવું પડે છે. જો દાતણ કરવું, ચાહ પીવી, ભોજન કરવું એ બધો ધર્મ ગણાય તો દાન, શીલ, તપ, ભાવ એ શું ?. દાન એ ધર્મ પણ લક્ષ્મી એ ધર્મ નથી. શીલ એ ધર્મ પણ વિષય સેવવા એ ધર્મ નથી. તપ એ ધર્મ પણ ખાવું પીવું એ ધર્મ નથી. ઉત્તમ ભાવના એ ધર્મ પણ દુનિયાદારીના વિચારો એ ધર્મ નથી. ‘અમુક મરી ગયો, કાલે શું થશે ? પાંચસોનો ખર્ચો ને ચારસો જ મળ્યા, હવે શું કરવું ?' આ બધી છે તો ભાવના પણ એ ધર્મ નથી. આ ભાવનામાં મરે તો કઈ ગતિમાં જાય ? ધર્મની વાતો અને દુનિયાદારીની વાતોની ભેળસેળ ન કરો ! નહીં તો ધર્મ ખસી જશે અને દુનિયાદારીની વાતો જ રહી જશે. કાં તો ધર્મપરિષદ કહો અથવા તો વ્યવહાર પરિષદ કહો : પણ બે વાતનો ભેગો ખીચડો ન બાફો. વ્યવહાર પરિષદ હોય ને વ્યવહા૨ની વાત કરો, ધર્મને બાજુએ રાખો તો તમે જાણો પણ એમાંય ધર્મને બાધક તો કાંઈ થતું નથી ને ? એ જોવું પડે. શાસ્ત્ર કહ્યું કે-“પૈસા