________________
૩૪.
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨
–
604
આપણને આજે વાંધો છે, એની સામે જ આપણો ધર્મસંગ્રામ છે. આપણી લડત અન્ય કોઈની જ સામે નથી, પણ પાપને પાપ નહિ માનવાની ભાવના સામે જ છે. “ચૂલો કેમ સળગાવ્યો?, ઘર કેમ માંડ્યું !, છોકરાં કેમ રમાડો છો ?,” એ કદી ન પુછાય, પણ “એ બધું પાપ છે કે પુણ્ય એ તો જરૂર પુછાય. “દુકાને કેમ જાઓ છો ?, ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં કેમ રહ્યા છો ? એ ન પુછાય, પણ
એ રહેવા જેવું છે કે છોડવા જેવું છે અને એ પાપ છે કે પુણ્ય છે ?' એ જરૂર પૂછાય. “છોકરા ઉપર પ્રેમ, અગર દુનિયાદારીનો પરસ્પરનો પ્રેમ,” એ પાપસ્થાનક કે પુણ્યસ્થાનક?' - આ વસ્તુ તમારે બરાબર સમજી લેવી જોઈએ: એ પાપસ્થાનકને પુણ્યસ્થાનક બનાવવા માંગો એ તો ઠીક, પણ પાપસ્થાનકને . પુણ્યસ્થાનક મનાવવા માંગો એ કેમ ચાલે ?
સભાઃ “દીકરા ઉપર પ્રેમ રાખવો, એ ગૃહસ્થની ફરજ ખરી કે નહિ? .
એ ફરજ ધર્મરૂપ કે મોહરૂપ ? આજે ફરજનો અર્થ ધર્મમાં લઈ જવાય છે, માટે એ નક્કી કરો કે, ફરજ ધર્મરૂપ કે મોહરૂપ ? એમ કહો કે, જન્મ આપ્યો, ઉપાધિ વહોરી, માટે હાથ ફેરવવો જોઈએ. નવરાવવો - ધોવરાવવો પડે એ ઠીક, પણ હું પૂછું છું કે, એ બધું ઉપાદેય તરીકે માનીને કરવા જોણું ખરું કે નહિ ? કહેવું જ પડશે કે નહિ જ, કારણ કે, સમ્યગુદૃષ્ટિ રાજાઓ પણ માનતા કે, રાજ્યના માલિક બન્યા માટે બધું કરવું પડે છે અને એથી રાજ્યનું પાપ અમારી સાથે આવે છે.”
શ્રી ભરત મહારાજાએ શ્રી બાહુબલીજી સાથે ભયંકર યુદ્ધ કર્યું અને ચક્ર મૂકવાની અનીતિ પણ કરી ચૂક્યા, પણ જ્યારે શ્રી બાહુબલીચેત્યા અને એમણે મુનિપણું લીધું કે તરત જ શ્રી ભરત મહારાજા શ્રી બાહુબલીજીના ચરણમાં નમી પડ્યા અને સ્પષ્ટ શબ્દોમાં બોલ્યા કે -
તેં મારા પ્રત્યેની અનુકંપાથી રાજ્યનો ત્યાગ કર્યો માટે તું ધન્ય છે અને હું પાપી છું, કારણ કે, અસંતુષ્ટ હોવાના કારણે દુર્મદ બનેલા એવા મેં તારા ઉપર ઉપદ્રવ કર્યો છે !
જેઓ પોતાની શક્તિને જાણતા નથી, જેઓ અન્યાય કરે છે અને જેઓ લોભથી જિતાય છે, તેમાં હું ધુરંધર છું !
રાજ્ય એ ભવતરુનું બીજ છે” એમ જેઓ નથી જાણતા તેઓ અધમ છે અને જાણતાં છતાં પણ તેનો ત્યાગ નહિ કરનારો હું તેના કરતાં પણ વિશેષ અધમ છું !!!