________________
૩ : ઉપકાર-અપકારનો વિવેક - 43
જણાતું નથી. આનું કારણ વિચારીશું તો પુદ્ગલાનંદ એ જ મુખ્ય કારણ છે; એમ કબૂલ કર્યા વિના ચાલે તેમ જ નથી. ‘ઉદારતા' એ પ્રશંસા પાત્ર છે એમ કોણ નથી જાણતું ? છૂપું દાન કરનારાની પ્રશંસા શું કામ છે ? છૂપી સહાય કરનારના હિતસ્વી કેટલા ? આપત્તિ વખતે એના સહાયક કેટલા ? છૂપા દાતાર માટે એના દુઃખ વખતે આંસુ સારનારનો પાર નથી અને મોટો શ્રીમંત હોવા છતાં પણ જેણે એક પાઈ પણ નથી આપી, એની પાછળ ‘પાપ ગયું’ એમ કહેનારનો પણ પાર નથી.' આ પ્રમાણે કહેનારાઓમાં પણ ઉદારતા કેમ નથી આવતી ? માન ઉદારને કે શ્રીમાનને ? શ્રીમાન આવે તો ઊભા થવાનું મન થાય કે ઉદાર આવે તો ? શ્રીમાન આવે ત્યારે ઊભા થવું પડે એ વાત જુદી, પણ ઊભા થવાનું મન ક્યાં થાય ? આ સમજાય તેવી વાત હોવા છતાં પણ પુદ્ગલરસિકતા રૂપ પાપના પ્રતાપે આત્માને ‘ઉદારતા' ગુણની પ્રાપ્તિ થવી અશક્ય થઈ પડી છે. એ જ સ્થિતિ દરેક ગુણો માટે પણ છે. સમ્યગ્દષ્ટિનાં વિવેકચક્ષુ :
આથી જ એક વાત નિશ્ચિત કરવી પડશે કે પુદ્ગલાનંદ એ પ્રભુના શાસનમાંથી ખસેડનાર ભયંકર દુર્ગુણ છે. સમ્યગ્દષ્ટિના રોમરોમમાંથી સંસારની અસારતાના ધ્વનિ નીકળે. સમ્યગ્દષ્ટિ અઢાર પાપ-સ્થાનમાંના એકને પણ પુણ્યસ્થાનક ન માને. એ પાપસ્થાનકને પાપસ્થાનક તરીકે જરા પણ ઢીલા શબ્દોમાં ન કહે. પોતાના ગુનાને ગુના તરીકે જ જાહેર કરે. પોતાના પ્રમાદને ડહાપણનું રૂપ આપવાનો સમ્યગ્દષ્ટિને વિચાર સરખોય ન આવે.
603
૩૩
એના દૃષ્ટાંત તરીકે શ્રીમતી મૃગાવતીજીને લઈએ. એ મહાસતીનો ગુનો કરવાનો ઇરાદો નહોતો. સમવસરણ પ્રભુનું હતું, શ્રી વીતરાગદેવ સામે બેઠેલા હતા, અંધારું થાય ત્યાં સુધી બેસવાની ભાવના નહોતી, પ્રકાશની ભ્રાંતિએ પોતે બેઠાં પણ એને ગુનો માની જ્યારે ગુરુણી ચંદનબાળાજીએ ઠપકો આપ્યો, ત્યારે પોતે માન્યું કે, ભૂલ નક્કી થઈ; જેવો ઉ૫યોગ કરવો જોઈએ તેવો રહ્યો નહિ. માટે ગુનાની ના ન પડાય. સમ્યગ્દષ્ટિનાં વિવેકચક્ષુ આ રીતે ઉઘાડાં રહે છે. આ જ કારણે કર્મના ઉદયથી સમ્યગ્દષ્ટિને સંસારમાં રહેવું પડે તો રહે પણ સંસારને વખાણવાનો ખ્યાલ તો એ પુણ્યાત્માને સ્વપ્નેય ન આવે. પાપસ્થાનકને પુણ્યસ્થાનક બનાવાય ખરું, પણ મનાવાય નહિ !
પાપ કરવાં પડે એ કારણે પાપ કરે છતાં પણ એ પાપને પાપ માનવામાં ઇન્કાર ન કરે, પાપને પાપ તરીકે જ જાહેર કરે. એ આત્મા કદી જ પાપનો બચાવ ન કરે. આથી સમજી શકાશે કે, પાપના બચાવ કરવાની રીત સામે જ