________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
કારણ છે. ડાહ્યો ગમે તે માનીને જતો હોય પણ ઇતર શું સમજે ? એ કાંઈ ઘેર ઘેર કહેવા જાય ? જે સ્થાને જવાથી બીજી ભાવના ઉદ્ભવે ત્યાં ન જવું. એથી મૂર્તિ પ્રત્યે અરાગ નથી પણ એ સ્થળ પ્રત્યે અરાગ છે. વિવેકહીનપણે જેના તેના ગુણની પ્રશંસાને શાસ્ત્રકાર ચોથો દોષ કહે છે. કેમ કે, એથી સમ્યક્ત્વનો સંહાર અને મિથ્યાત્વનો પ્રચાર થાય છે. આજે વીતરાગદેવ, સાચા નિગ્રંથ ગુરુ અને સાચા ત્યાગધર્મ પ્રત્યે અનુરાગ ઘટતો ગયો એ શાથી ? કહેવું જ પડશે કે અયોગ્ય સ્થળના ગુણોની પ્રશંસાના પ્રચારથી. આથી ગુણ પ્રત્યે વૈર કેળવાય છે એમ ન માનતા ! ગુણ પ્રત્યે પ્રેમ છે, પણ એ જરૂર કે હીરાથી જડેલી મોજડી માથે ન મુકાય. ઝવેરી પણ એમ ન કહે. સારી ચીજ પણ નાશકના હાથમાં જાય તો ભયંકર છે. દ્વાદશાંગી પણ મિથ્યાદષ્ટિના હાથમાં મિથ્યાશ્રુત થાય છે, નકામી બને છે અને ઊલટી હાનિ કરનારી થાય છે. જે હીરો તિજોરીને શોભાવે તે જ મોંમાં ઘાલે તો ? આબરૂ ગયા પછી આબરૂદાર, પોષક હીરાથી પોતાનો ઘાત કરે છે. જેની આબરૂ જવા બેઠી તેને બચાવવો હોય તો એના હાથમાંથી હીરાની વીંટી અને ખિસ્સામાંથી પૈસા લઈ લેવા તથા જે ઓરડામાં એ હોય ત્યાંથી કડું, ખીલો, દોરડું આદિ કાઢી લેવાં. જો ન લેવાય તો તે સઘળાનો દુરૂપયોગ કરશે. એ જ રીતે મિથ્યાદ્દષ્ટિમાં રહેલા ગુણો માટે આનંદ થાય પણ એ ગુણવાન છે એવી હવાનો પ્રચાર બહાર ન થાય.
૧૦૨
672
અયોગ્ય સ્થાને રહેલા ગુણ :
સમ્યક્ત્વ અંગે જેટલી વસ્તુ જરૂરી છે તેટલી આવશે તો જ સમ્યક્ત્વ દીપશે, બાકી ઓઘદૃષ્ટિએ ‘અમે સમ્યગ્દષ્ટિ' એમ માનવાથી કે કહેવાથી કલ્યાણ નથી. દૃષ્ટિ એટલી દીર્ઘ બનવી જોઈએ કે દરેક વસ્તુનાં પરિણામ પરખાય. સ્વયં ન આવડે તો જાણકા૨ને અનુસરવું જોઈએ. આજે તો અક્કલ થોડી અને ડહાપણનો પાર નથી. આજના માણસોને કોઈ સારા-સમજુની સલાહની પણ લગભગ ૫૨વા નથી. વ્યવહારમાં તો સલાહકાર, વડીલ, મોટા, રક્ષક, પાલક બધાને માને છે. કેમ કે, ત્યાં તો સાચવવું છે; એક ધર્મમાં એ બધાની જરૂ૨ નથી માનતા. કેમ કે, ધર્મની જરૂ૨ માની નથી.
ચોથા દોષમાં જ મોટી મુશ્કેલી છે. શંકા તો નજરે દેખાય એવી છે. કાંક્ષા પણ પરખાય કે પાર આવે. વિચિકિત્સાવાળાને આઘો કરાય. પણ ‘હું' તો ગુણાનુરાગી' ! એમ પચાસમાં કહે ત્યાં કોઈ સમજાવવા જાય એટલે તો બધા જ બોલી ઊઠે કે આ તો ટૂંકી દૃષ્ટિવાળા છે. ગુણરાગનો બચાવ કરવો ભયંકર છે. જ્યાં ત્યાં ગુણરાગના નામે પડતું મૂકનારનું કદી ભલું ન થાય. ‘વાપિ હિત