________________
1107 – ૩૫ : અર્થ-કામના લક્ષ્યવાળો ત્યાગ, ત્યાગ નથી - 75 - ૫૩૭
મનુષ્યજીવન એ જ્ઞાનદર્શન ચારિત્રરૂપ રત્નત્રયીની આરાધનાનું સુવર્ણમય ભાજન છે. તેમાં વિષયભોગ એ મદિરા છે. સુવર્ણપાત્રમાં મદિરા ભરાય ?
સંવેગ થાય તે સંસારના સુખને પણ દુ:ખ માને. સંસારના દુઃખને તો સૌ દુ:ખ માને પણ સંસારના સુખને પણ સંવેગવાન્ આત્મા દુઃખ માને છે. જો એમ ન હોય તો દરિદ્રી તો સંસારને ભયંકર માને, પણ શ્રીમંત કેમ માને ? રોટલા ન મળે તે તો કપાળ ફૂટે પણ મિષ્ટાન્ન મળે તે કપાળ કૂટે ? સંસારની ભયંકરતા કઈ રીતે વિચારશો !
સુખી-દુઃખી સૌને સંસાર ભયંકર મનાવવો હોય તો કઈ રીતે ? સંસારના સુખને પણ દુઃખ મનાવવાની દૃષ્ટિએ ને ? શ્રી તીર્થંકરદેવોએ ચક્રવર્તીને તથા રાજા, મહારાજા, શાહુકારોને સંયમના રસિયા કઈ ભાવનાએ બનાવ્યા ? ચક્રવર્તીઓ પણ છોડી છોડીને ચાલી નીકળ્યા એ શાથી ? ઇંદ્રોની કઈ સાહ્યબી ? અસંખ્યાતા દેવો જેની સેવામાં, શરીરમાં રોગનું નામ નહિ, મહિનાઓ સુધી જેને ભૂખ લાગે નહિ, જ્યારે ભૂખ લાગે ત્યારે ઇચ્છા થતાં જ તૃપ્તિ અનુભવે, એવો ઇંદ્રો પણ પણ એ ભાવનામાં રમે છે કે “ક્યારે આ છૂટે અને મનુષ્યભવમાં શ્રાવકને ઘેર જન્મ મળે ! જૈનધર્મથી રહિત ચક્રવર્તીપણું ન જોઈએ પણ જૈનધર્મયુક્ત દરિદ્રપણું ભલે હો !” ઇંદ્રોની પણ આવી ભાવના શાથી ? સંસારના સુખને દુ:ખ મનાય ત્યારે ને ?
આની સામે આજે તમારી કઈ દશા છે એ વિચારો. આજે સંઘમાં સંઘત્વ અને જેનોમાં જૈનત્વ અખંડિત હોત તો ધર્મદેશનામાં આટલી મુશ્કેલી ન હોત. કેઈ ગૂઢ તત્ત્વોની વિચારણા ચાલતી હોત. તેને બદલે આજે તો હજી પીઠિકામાં રમીએ છીએ, કારણ કે મૂળ વસ્તુ જ ઊડી ગઈ છે. ધર્મમાં સર્વત્ર ત્યાગ : * *
સમ્યગ્દષ્ટિ આત્માને તો માણસની પરીક્ષા સહેલી છે. એની પાસે દેવગુરુ-ધર્મની પરીક્ષાની સુંદર ચાવી છે. એક દાણો હાથમાં લઈને બાઈ ચોખા ચડ્યા છે એમ પારખી શકે છે; તેમ સમ્યગ્દષ્ટિ આત્મા કહે કે મારા દેવ તે જ કે જે સંસારથી તરી ગયા, સંસારને પેલે પાર ગયા, એ હવે ફરી અવતરે નહિ, એ અમને કંઈ આપે નહિ, એમની ભક્તિથી મળે તોયે અમે લઈએ નહિ. એમની પૂજા ભક્તિ તો અમારું આત્મસ્વરૂપ પ્રગટાવી એમના જેવા થવા માટે છે. એમની પાસે હીરા માણેક ન માગીએ પણ માત્ર મુક્તિ જ માગીએ. મારા ગુરુ