________________
૫૩૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
–
1108
તે કે જે સંસારથી ભય પામીને તેનો ત્યાગ કરી ગયા. એ અમને સંસારમાં રમવાનું કહે જ નહિ. મારો ધર્મ છે કે જે અમને સમજાવીને, ખેંચીને, આંગળી પકડીને પણ સંસારથી છોડાવીને મોક્ષમાં લઈ જાય. મારા દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણે સંસારના પ્રતિપક્ષી છે.
આવું બોલતા થાઓ. સમ્યગ્દષ્ટિ આત્મા કહે-મારા દેવની મૂર્તિ જ એવી કે જે મને સંસાર છોડવાની પ્રેરણા આપે, મારા ગુરુ સંસાર છોડી ગયેલા, એ અમને સંસાર છોડવાનું જ કહે, ઓઘો આપવાની જ વાત કરે. એ અમને બંગલા બંધાવવાનું ન જ કહે. એ ભણવાનું કહે પણ કયું ભણવાનું ? વકીલ, ડૉક્ટર કે સોલિસિટર થવાનું, નામું શીખીને ચોપડા લખવાનું ને વ્યાજના હિસાબ માંડવાનું ? ના. એ તો નવકાર, સામાયિક, પ્રતિક્રમણ, જીવંવિચાર. નવતત્ત્વ વગેરે ભણવાનું કહે અને પછી બધું મૂકીને સંસારથી ભાગવાનું કહે: સંસારનું ભણાવવા તો માસ્તર ઘણા છે, પગાર લઈને ઘરે ભણાવવા આવનારા પણ છે, પરંતુ અમારા ગુરુ જુદા; અને મારો ધર્મ તો સંસારથી છોડાવે તે જ. આમાં કોઈ જરા પણ ફેરફાર બોલે તો ઊભા રાખજો. ત્યાગ, ત્યાગ ને ત્યાગ :
અહીં ધર્મમાં ત્યાગ જ છે. જિનપૂજનમાંયે ત્યાગ, ગુરુસેવામાંયે ત્યાગ, નિરંતર જિનવાણી સાંભળવામાંયે ત્યાગ, દાનમાં લક્ષ્મીનો ત્યાગ, શીલમાં ભોગનો ત્યાગ, તપમાં ખાનપાનની મૂર્છાનો ત્યાગ, અને ભાવમાં આખા સંસારનો ત્યાગ, આ ગોખી રાખો. એવો ત્યાગ એ ત્યાગ નથી?
લક્ષ્મી ગયા કરે, રખે મારા પર ધાડ આવે” એવી ચિંતા રાખ્યા કરે એનાથી ધર્મ ન થાય, દાન ન દેવાય. એવાનું દાન પણ દાન નથી. શરીર સાચવવા કે શરીરબળ મેળવવા પળાતું શીલ એ શીલ નથી. તપ કરવાથી શરીર સારું રહે માટે તપ કરીએ એમ વિચારી તપ થાય એ તપ નથી. આપણા ભગવાન કહી ગયા કે પંદર દિવસે પ્રાયશ્ચિત્તરૂપે એક ઉપવાસનો તપ કરવો. આ વાત મેં કરી ત્યારે કેટલાક મશ્કરી કરવા લાગ્યા. થોડા વખત બાદ કોઈ ડૉક્ટરનો લેખ આવ્યો કે પંદર દિવસે એક ઉપવાસ કરવાથી શરીરે સારું રહે છે ત્યારે પેલા મશ્કરી કરનારા કહેવા લાગ્યા કે આપણા શાસ્ત્રની વાત સાચી. શ્રી જિનેશ્વરદેવની વાતની પણ સત્યતા માટે પ્રમાણપત્ર આજના ડૉક્ટરનું ! બોલો-આવી તો એ લોકોની શ્રદ્ધા!