________________
૩૫ : અર્થ-કામના લક્ષ્યવાળો ત્યાગ, ત્યાગ નથી : - 75
૫૨૩
કે બીજો ! આ પાંચેયના વિરમણ રૂપ ધર્મ પેદા કરવામાં જે જે વસ્તુ સહાય કરે તે બધો ધર્મ. દેવ તે કે જેની મૂર્તિ આ પાંચેના વિરામ તરફ લઈ જાય; ગુરુ તે કે જે આ પાંચેના વિરામ તરફ દૃષ્ટિ ખેંચે; અને ધર્મ તે કે જે આ પાંચેના વિરમણમાં રક્ત બનાવે અર્થાત્ આ પાંચેથી વિરક્ત બનાવી એના વિરમણમાં રક્ત બનાવે.
1093
શ્રી વીતરાગ ૫રમાત્માની મૂર્તિ જોઈને આ પાંચે પાપોમાંથી એક પણ કરવાનું મન થાય ? ગુરુ આ પાંચમાંથી એક પણ ક૨વાનું કહે ?
‘પ્રાણાતિપાતમાં વાંધો નહિ, જૂઠ વિના આ જમાનામાં વેપાર કેમ ચાલે ? મૈથુન તથા પરિગ્રહ-તો જરૂરી ગણાય' આવું ગુરુ કહે ? પ્રાણાતિપાત આદિ પાંચે વિના કોઈ જીવી શકતો ન હોય તો તેને માટે ગુરુ આ પાંચેની હા પાડે ?
મેખલાનું વર્ણન હવે કરવું છે. પીઠના રૂપકને બહાર લાવવું પડશે. દુર્ગતિમાં પડતા આત્માને બચાવે તે ધર્મ. ધર્મગુરુને ધર્મ જ કહેવાનો અધિકાર છે. ધર્મ સિવાય બીજી વાતો કરે એ ધર્મગુરુ, ધર્મગુરુ મટી, આ મહાત્માના કહેવા મુજબ ભાટના ઉપનામને પામે છે. આ મહાત્મા કહે છે કે આવા ભાટ બનેલા એ ગુરુઓ શ્રાવકોની પ્રશંસા કરી દાનાદિક લે છે અને એ બેય તત્ત્વને નહિ સમજતાં, સંસારમાં ડૂબે છે આ વાત આપણે ગઈ કાલે કરી ગયા.
મોઢેથી એમ બોલે કે દુર્ગતિમાં પડતાં બચાવે તે ધર્મ પણ આ વ્યાખ્યાનમાં શ્રદ્ધા ન હોય માટે વાત કરે બીજી, ત્યાં મેળ મળે કઈ રીતે ?
આ વ્યાખ્યામાં શ્રદ્ધા ન આવે તો સમ્યગ્દર્શન ખંડિત થાય છે, જ્ઞાન અજ્ઞાન બને છે અને ચારિત્ર કુચારિત્ર થાય છે. આમ બધો ગોટાળો થઈ જાય છે.
દુર્ગતિ-૧ તેમાં પાત એટલે પડવું -૨ અને તેનાથી બચાવ -૩. આ ત્રણ વસ્તુને ધર્મ સમજાવનારે જોવી જોઈએ. બધા દર્શનકારોએ આ ત્રણ ચીજ જોઈને શોધ કરી. જો કે શ્રી જિનેશ્વરદેવના શાસને છેલ્લી હદની વાત કરી પણ દરેક દર્શનકારે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચને ધર્મરૂપ માન્યાં. બધાને આ પાંચ વાત માનવી પડી. એ માન્યા વિના કોઈનો છૂટકો થયો નહિ. એ પાંચેમાં દરેકે ભલે પોતે માન્યું તેટલા અંશે તે તે અંગે કહ્યું. અહિંસાને અંગે જીવાદિના જ્ઞાન અને ભાન પૂરતું કહ્યું, જૂઠમાં પણ પોતાની માન્યતા મુજબ કહ્યું, ચોરીમાં જેટલું માન્યું તેટલું કહ્યું. એ જ રીતે બ્રહ્મચર્ય અને અપરિગ્રહમાં પણ પોતાની દૃષ્ટિ પ્રમાણે કહ્યું પણ હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહની ખાસ છૂટ ન આપી. આ પાંચેય પાપ છે, એ પાપને સેવવા માટેનું ભણતર એ અજ્ઞાન છે અને એના માટેનો પ્રયત્ન એ કુચારિત્ર છે. હિંસા