________________
૩૬ : સમ્યગ્દષ્ટિનું વ્યસન ધર્મ : – 76
૫૪૩
ગયું ? ચાલે, એમાં વાંધો નહિ. ભાવના તો છે જ ને ?' આવી તમારી દયા ખાનારા દયાળુ નથી પણ નિર્દય છે, એ તમારા હિતના ઘાતક છે. છોકરો જરા ન ખાય તો માબાપને ચિંતા થાય, ‘શું છે, શું થયું ?' એમ પૂછે, ડૉક્ટરને બોલાવે, દવા પાય, માબાપ હોય એ બધું કરે ને ? એ રીતે જિનપૂજનાદિ ક્રિયા ન થાય કે તરત સાધુ પૂછે કે ‘કેમ ! શું થયું ?’ તમે પણ સાધુ પાસે ‘હશે હવે’ એમ કેમ કહેવરાવવા માંગો છો ? માબાપ કરતાં સાધુ ઓછાં હિતૈષી ?
1113
આજના શ્રાવકો સાધુને કહે છે કે અમુકે ક્રિયા ન કરી તો હશે હવે ! એની માથાફોડ શી ?' સાધુ પણ કહી દે કે ‘હા ઠીક છે. હશે ત્યારે.' કહેવું પડે એ સાધુ નહિ ને એ શ્રાવક નહિ. જો સમ્યગ્દષ્ટિને આ ત્રણ ચીજનું વ્યસન ન લાગે તો સમ્યક્ત્વમાં જ ફાંફાં સમજવાં. ભોજનમાં જરા મીઠું-મરચું ઓછું હોય તો અકળાઈ ઊઠો છો ને ? તો જિનપૂજન, ગુરુવંદન, વ્યાખ્યાન શ્રવણને ભેં ભુલાય ? એમાં આવતી ખામી માટે અરેકા૨ો ન થાય તો સમ્યગ્દષ્ટિ શાની ? જે આગમને ન માને તે અમારા નહિ
આજના કેટલાક લોકોએ તો માન્યું છે કે ‘જિનપૂજા, ગુરુવંદન, વ્યાખ્યાન શ્રવણ એ તો ઘેલા અને નવરા લોકોનું કામ છે. જે ઘરડા થયા હોય, જીવનને છેલ્લે આરે બેઠા હોય, મરવાની આળસે જીવતા.હોય, એવાને માટે એ બધું છે. બાકી જવાનિયાને શું છે ? એ તો ખાય પીવે ને મજા કરે. ‘જુવાનિયાઓ માટે આ બધા ધર્મનાં ધતીંગ શાં ?' સમાજમાં આવી ભાવના વર્ષોથી ફેલાઈ રહી છે અને એ ભાવનાને પોષણ પણ મળ્યું અને એ પોષણ આ સાધુવેષમાં રહેલાઓએ પણ આપ્યું છે.
સાધુ પાસે આવનારો આગમને ન માનતો હોય તો એ પોતાની પાસે શા માટે આવે છે, એ કદી એને પૂછ્યું ? રોજ મારી પાસે આવે છે અને આગમને માનતો નથી તો શું લાંચબાંચ આપવા આવે છે ? એ કદી વિચાર્યું ? આગમને ખોટાં કહેનારો સાધુ પાસે કઈ રીતે આવી શકે ? આવે તો સાધુ એને ત્યાં બેસવા જ શું કામ દે ? હા, જો એને આગમ ન સમજાતું હોય ને સમજવા આવે તો સમજાવાય. આગમ સમજવા માટે શંકા કરતો આવે તો એનું સમાધાન પણ કરાય. પણ આગમ માટે એલફેલ બોલે અને સાધુ પાસે નિર્ભયપણે આવે ? એમ આવી શકે એ બને ? આગમ માટે યથેચ્છ બોલનારા પોતાને સાધુના ભક્ત કહેવરાવે તો એ જે સાધુના ભક્ત કહેવરાવે એ સાધુને પણ લાંછન છે. એ સાધુએ જાહે૨ ક૨વું જોઈએ કે ‘આગમના યોગે તો અમે અટલે સુધી આવ્યા છીએ. એ તારક આગમો માટે ગમે તેમ બોલનારા અમારા ભક્તો નથી,