________________
1049
૩૨ : રક્ષા માટે રોષ પણ જરૂરી - 72
મોટે ભાગે ન પડે. બનાવટી પડે તેની ના નહિ પણ સાચો વિનયશીલ ન પડે. બાકી બનાવટી વિનીતો ઘણા પડ્યા. હજી તો દૃઢતામાંયે પોલાણ છે. મિથ્યાદ્દષ્ટિની પ્રશંસા અને તેનો પરિચય આ બે દોષોનું હજી સામ્રાજ્ય છે. કોના ગુણ ક્યારે, ક્યાં, કઈ રીતે અને કેટલા પ્રમાણમાં ગવાય કે ન ગવાય તેનો હજી કાંઈ ખ્યાલ જ નથી.
૪૭૯
સંયોગ-સામગ્રીનો પ્રભાવ
ઘણા કહે છે કે-‘અમુક શ્રાવક તો સાધુ કરતાંયે ઊંચો' હવે આવું બોલાય ? હું કહું છું કે સાધુ કષાયવાળો હોય અને શ્રાવક સમતાનો સાગર હોય તો પણ આવું બોલનાર મિથ્યાત્વ પામે. માન્યું કે સાધુને કર્મના ઉદયે કષાયનો આવિર્ભાવ છે પણ એનાં સ્થિતિ, સ્થાન અને સંયોગો એવા છે કે-એને દૂર થતાં વાર કેટલી ?અને શ્રાવકની સમતામાં આગ લગાડનારી ત્યાં સંસારમાં સામગ્રી કેટલી ? ભાંગ્યું તોયે આ તો ભરૂચ-ગમે તેવું તોયે ગામંડાથી તો એ સારું. શાસ્ત્ર કહે છે કે ગયેલો (ઉત્તરગુણમાં ખામીવાળો) તોયે મુનિ. યાદ રાખો કે મુનિની આ વાત છે. કેવળ નાટકિયા કે વેષધારીની વાત નથી કરતો. એની પુષ્ટિ નથી કરતો. મૂળ ગુણની ખામીની વાત નથી કરતો પણ આ તો ઉત્તરગુણની ખામીની વાત છે. મુનિવેષે ઉત્તરગુણમાં ઢીલો હોય પણ માર્ગનો રાગી હોય તેની આ વાત છે, જેઓ મુનિ વેષમાં છે પણ માર્ગના રાગી નથી, બોલ્ટના ચાલવાનો જેને ખ્યાલ નથી, મુનિ છતાં જે સંસારની વાતો કરે છે, રાાસ્ત્ર ના કહે છતાં ‘એમાં હરકત શી ?’ એમ જેઓ કહે છે તેમની વ છોડી દો. એ તો શ્રાવકથી પણ ગયેલા છે. ગતો ભ્રષ્ટસ્તતો ભ્રષ્ટઃ છે. એનાન તો શાસ્ત્ર અલીક છાપરા- એટલે એનું મોઢું ન જોવામાં જ કલ્યાણ છે એમ કહ્યું છે. એવાઓ કદી જોવા કે સંઘરવા લાયક નથી.
ચંડરૂદ્રાચાર્યને કેટલો ગુસ્સો હતો ? પોતે પોતાની એ સ્થિતિ સમજી શકતા અને મૂંઝાતા હતા; માટે તો સમુદાયથી અલગ બેસતા હતા. કોઈની જરા પણ ખામી જુએ ને ગુસ્સો આવે ત્યાં થાય શું ? ઉત્તરગુણની કેવી ખામી ? છતાં મુનિપણા પ્રત્યેનો રાગ કેવો ? વળી આ સ્થિતિ, સ્થાન, સંયોગ હતા તો કષાયો કાઢી કેવળજ્ઞાન પામવામાં કેટલો સમય લાગ્યો ?
આપણો મુદ્દો એ છે કે તે કાળમાં પણ આવા આત્માઓ હતા. મૂળગુણ સાથે ઉત્તરગુણ પણ સારા હોય તો એ ઉત્તમ છે. પણ એ ન પણ હોય એમ બને: ક્રોધ, માન, માયા, લોભની માત્રા અધિક પણ હોય, અપ્રશસ્ત કષાય પણ આવે અને સંજ્વલનના કષાયો અનંતાનુબંધીનો ભાસ કરાવે, એવું પણ બને પણ એ સ્થિતિ, સ્થાન અને સંયોગ એને પલટાવવા સમર્થ છે.