________________
૪૭૨
12
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ સભા: “આજે પોતાને બહુ વિદ્વાન માનનારા સાધુ સાથે પ્રતિક્રમણ નહિ
કરતાં અલગ જ કરે છે.' ' એ અજ્ઞાનતા છે. બહુ વિદ્વત્તાનું ફળ શું ? પોતાને અલગ બેસવામાં વધુ આનંદ આવતો હોય અને કરે એ વાત જુદી પણ જુદું કરવાની એનાથી બીજાને સલાહ ન અપાય. અભયકુમાર વિદ્વાન કે કઠિયારો ? છતાં અભયકુમાર એ કઠિયારા નૂતન મુનિને બહુમાનપૂર્વક વંદન કરે છે ને ? ઇંદ્રો નિયમ સમ્યગ્દષ્ટિ અને અવધિજ્ઞાની છતાં સિંહાસન પર બેસતાં પહેલાં વિરતિને પ્રણામ કરે. શ્રી જિનેશ્વરદેવ ક્યારે જન્મ, વગેરે ઇંદ્રો જાણે અને મુનિ ન જાણે છતાં એ ઇંદ્રો મુનિને નમે છે. આ વાત સમજવી ઘટે છે. ઘરમાં બેઠેલા ક્રિયા કરનારની ભાવનામાં અને ઉપાશ્રયમાં બેઠેલા ક્રિયા કરનારની ભાવનામાં ફેર ન પડે ? ઘરમાં તરત સમાચાર મળે જ્યારે અહીં તો સમાચાર આવે ત્યારે જાણે.
વચમાં એક કુપંથ નીકળ્યો હતો. કોઈએ કહ્યું હતું કે વિધિપૂર્વક આજનાં મંદિર નથી માટે એનો ત્યાગ કરવો જોઈએ. આ સાંભળી કંઈક લોકોએ મંદિરોનો ત્યાગ કરી દીધો. પંથના પ્રણેતાને કોઈ મહાત્મા કે સદ્ગુરુ મળ્યા અને સમજાવ્યું કે-તું શાસ્ત્રો માને છે ? જ્યારે ત્રણ લોકના નાથ વિદ્યમાન હતા ત્યારે પણ બધાં મંદિરો સંપૂર્ણ વિધિપૂર્વકનાં જ હતાં. એમ કહી શકાશે ? વિધિ એ આદર્શ છે. સંપૂર્ણ હોય તે સંપૂર્ણ પાલન કરી શકે. ન કરી શકે તેણે વિધિના આદર્શને સામે રાખીને ક્રિયા ચાલુ રાખવી જ જોઈએ. અવિધિવાળી કિયાનો પણ ત્યાગ ન થાય. વિધિનો રાગ ન જવો જોઈએ એ વાત ખરી. મહાત્માએ સમજાવવાથી પેલો તો સમજ્યો અને પોતાના ભક્તોને કાગળ લખ્યા કે “મારી ભૂલ હતી.” ભક્તોએ સાફ જણાવી દીધું કે- તમે ભલે બેવકૂફ હો ને ફરો, અમે બેવકૂફ નથી કે ફરીએ ! કોઈપણ નવી વાતનો સમજ્યા વગર પ્રચાર કરવામાં મોટું જોખમ છે. પ્રચારક પ્રસંગે સુધરે પણ તેની પાછળ ઘસડાયેલા જલદી ન સુધરે.
પોતે પ્રતિક્રમણ અલગ કરે તેનું એ જાણે પણ બીજાને અલગ કરવાની સલાહ ન અપાય. “આજના સાધુ તો પડિક્કમણામાં ગોટાળા વાળે છે. એના કરતાં અમે સારું કરીએ છીએ માટે ત્યાં ન જાઓ; -આવું કહેનારા મિથ્યાદૃષ્ટિ છે. એક ભાઈને મેં પૂછ્યું કે-“પ્રતિક્રમણમાં કેમ નથી આવતા ?' એમણે કહ્યું કેમને ત્યાં આનંદ આવે છે. બે-અઢી કલાક લઉ છું” વગેરે. મેં કહ્યું, “બહુ સારી વાત છે. તમારી ભાવના ઊંચી છે. પણ અહીં કરતાં ત્યાં વધારે યોગ્ય છે એવી ભાવના ન સેવતા.'