________________
1043 – ૩૧ : જેનાથી ડૂળ્યા એનાથી તરવાનું - 71 – ૪૭૩ - સ્તવનો અને સક્ઝાયોને કેવળ ભાષાની કળાનો સંગ્રહ ન માનતા. એમાં તો આગમનાં ઝરણાં વહે છે. પૂર્વાચાર્યોની બધી કૃતિઓ તત્ત્વથી ભરપૂર હોય છે. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાની કૃતિઓ મહા અર્થગંભીર છે. એમાંથી “શું મુંડે શું લોચે રે” એવી અર્ધી વાત પકડે તો ? કહેવું પડે કે એને વસ્તુની સમજ નથી. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે ‘દ્રવ્યલિંગની મહત્તા ન સમજે તે અજ્ઞાન છે. શાસ્ત્રકારો ફરમાવે છે કે કેવળજ્ઞાન થયા પછી અન્યલિંગે એ આત્મા ન જ રહે. સાધુનો વેષ સ્વીકારે જ. અંતકૃત કેવળી જ અન્ય લિંગે મુક્તિમાં જાય. કેવળજ્ઞાન થયા પછી છ માસથી અધિક આયુષ્ય બાકી હોય તે આ લિંગનો સ્વીકાર કરે જ. રાજમાર્ગને એ ન લોપે. કેવળજ્ઞાનીને પણ ઓઘાની જરૂર ? હા.. લિંગ છે માટે જરૂર છે જ. - પૂ. ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે-વિધિમાર્ગની સ્થાપના કરવાના સામર્થ્ય વિના અવિધિમાર્ગનું ઉમૂલન કરનારો શાસનનો નાશક છે. અવિધિ ઉખેડી વિધિનું સ્થાપન કરે તેને તો વંદન છે. પણ વિધિ સ્થાપવાની તાકાત વિના અવિધિયુક્ત અનુષ્ઠાનોને ઉખેડે તો એ આત્મા માર્ગનો નાશ કરે છે. એ પાપાત્મા છે. “ઊભાં ઊભાં-પડિક્કમણું કરવું હોય તે જ કરે, બીજા બહાર જાય.” એમ કહેવામાં આવે તો કેટલા રહે ? એમ કહેનારને શાસ્ત્રકાર કહે છે કે-અરે ભાગ્યશાળી ! આ તું શું બોલે છે ? એક હજારમાં માંડ સો જણા ઊભા ઊભા કરનારા હોય, બાકીના નવ તો તો “પડિક્કમણું કરવું જ જોઈએ એ પણ સમજ્યા નથી. પર્વતિથિએ કરીએ તો ઠીક આવી સામાન્ય ભાવનાએ આવે છે. એને કહેવામાં આવે કે “ઊભા ઊભા ન કરવું હોય ચાલ્યો જા,” તો પેલો કહેશે કે સારું મહારાજ ! આ ચાલ્યો' પછી ? આપણે એમ કાઢી મૂકવા નથી પણ સમજાવીને વિધિમાર્ગે ચઢાવવા છે.
મુનિ બીમાર હોય અને જલદી પ્રતિક્રમણ કરાવવાનું કહે તો એમ . કરાવવામાં પણ લાભ છે. કેમકે “મારું પ્રતિક્રમણ રહી ગયું” એમ એને ન થાય. એના પરિણામ ટકે એની કિંમત છે. કોઈ શ્રાવક પણ વહેલું પ્રતિક્રમણ કરવા માગતો હોય અને એ રીતે ટકતો હોય તો ટકાવવામાં લાભ છે. સ્થિરતાવાળા જીવો ઓછા હોય છે. કેટલાક તો બહુ વાર લાગે તો મનમાં કચવાટ કરતા હોય કે “કેમેય પૂરું જ થતું નથી !' વિધિનો રસ હોવો જોઈએ એ નક્કી, પણ નવા આવેલાને તો રસ રહે એ રીતે ટેવાય એમ કરવું જોઈએ. નવો માણસ પડિક્કમણામાં ઊભો ન થાય તો એને એમ કહેવાય કે “ભાઈ ! તમને ટેવ નથી એટલે ઊભાં ઊભાં કરવું કઠણ જરૂર લાગે પણ વિધિ એ છે હોં.” તો પેલો પણ