________________
૩૪ : ધર્મોપદેશકો ભાટ જેવા બને છે, ત્યારે ! – 74
૫૧૫
શ્રાવકોની પ્રશંસા કરી કરીને ઇચ્છિત મેળવે છે. પછી એ શ્લોકના કર્તા આચાર્ય, એ ધર્મગુરુ માટે તથા સ્તુતિ સાંભળનાર, સાંભળવા ઇચ્છનાર શ્રાવકો માટે પોતાનો અભિપ્રાય આપે છે.
1085
શ્રી સંઘસ્વરૂપના વર્ણન માટે આ બધું શોધવું પડે છે. તમે માર્ગમાં સ્થિર થાઓ એ હેતુ છે. તમારી સ્તુતિ સાધુ કરે તો તમારે એમને રોકવા જોઈએ. અમે કરીએ તો અમને પણ રોકો. તમારી સ્તુતિ સાધુ કરે તો તમને લજ્જા આવવી જોઈએ. ‘તમારા વડે અમે' એમ સાધુ કહે અને એ સાંભળી રહે, તો એ શ્રાવક પોતાના શ્રાવકપણાનું લિલામ કરે છે. શ્રાવક તો કહે કે-‘આપ એ શું બોલ્યા ? અમારા વડે આપ નહિ પણ આપના વડે અમે. અમને લાગે છે કે આપ અમારી કસોટી ક૨વા જ આમ બોલ્યા હશો ! પરંતુ ભગવંત ! હવે એવું ન બોલશો. આપ આવું બોલશો તો અમે તો આપના માથે ચડી બેસીએ એવા છીએ.’ જ્યાં ભાટપણું આવ્યું ત્યાં તો રોટલા માટે જ સાધુપણું રહે છે.
કોઈ પૂછે કે-‘કોટ પાટલૂન પહેર્યાં, સ્ટીમરમાં મુસાફરી કરી પછી ‘મુનિ’ શબ્દોનો મોહ શા માટે ?' કહેવું પડે કે એમાં રોટલાનો હેતુ છે. પેલું કરવામાં ફાવટ આવી અને પેટનું ટટ્ટુ નળ્યું તો તો ઠીક છે પણ એમાં કદી ન ફાવ્યા તો ‘મુનિ’ના નામે રોટલા મળે ને ? મુનિવેષ તો અનેક રીતે રખાય છે. નામના માટે, રોટલાં માટે, માનસન્માન માટે પણ રખાય છે અને ટકાવાય છે. ભાટપણું આવ્યું કે મુનિપણાની કિંમત એને મન ઘટી અને દુનિયાના પદાર્થો અને દુનિયાની વાહ વાહની કિંમત વધી.
શું મુંડે, શું લોચે રે – એ એવા માટે કહ્યું ?’
સભા :
એમ જ સમજો ! બાકી તો મુંડન અને લોચથી તો કેવળજ્ઞાન પામી ઘણા તરી ગયા. સારા માટે એવું બોલનારા તો મિથ્યાદૃષ્ટિ છે. સારા સાધુ માટે એવું બોલનારા શ્રાવકો પોતાના શ્રાવકપણા ઉપર અગ્નિ મૂકે છે. ભાટપણું આવ્યું પછી તો ‘મગનભાઈ’ ને ‘છગનભાઈ’ કરવાનું શરૂ થઈ જાય. એક શેઠિયો આવતો દેખાય કે છાતીમાં થડકારા થવા માંડે. ઠીક છે, કોઈ નવો આવે અને એને માર્ગે ચડાવવા યોગ્ય શબ્દોમાં કહેવું પડે તે જુદી વાત પણ રોજ આવનારા શ્રાવકને સાધુ ઊઠીને માનપાન શા માટે આપે ?
કોઈ પૂછે કે આઠ વર્ષની ઉંમરનાને અપાતી દીક્ષા વાજબી છે કે નહિ ? એના જવાબમાં ‘આપે તે જાણે’ એવા ઉડાઉ જવાબ વાજબી છે ? જેની પાસે જાય તે દીક્ષા આપે અને જેની પાસે ન જાય તે ન આપે એ બીજી વાત છે પણ