SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ 945 - ૨૯: સંઘ-સ્વમતિથી નહિ, શાસ્ત્રમતિથી ચાલે - 66 –– ૩૭૫ વિના બીજાઓએ તો એમ નહોતું કહ્યું; એ તો એમ કહેતા કે ભગવાનની દ્વાદશાંગીનો અર્થ આમ નહિ પણ આ રીતે થાય છે. છતાં એમને નિહ્નવ કહ્યા તેનું કારણ ? જો મતિની મુખ્યતા હોય તો “યથા TH' શબ્દ શોભારૂપ જ બની જાય છે ને ? તમે તો ભગવાનને એક વાર સાચા કહો જ્યારે બનાવટી ભક્ત બનેલો સો વાર સાચા કહે. જેને પોતે સાચા કહે તેમના આગમની વાત પોતાને ન બેસે તો નિરૂપણ ન કરે પણ એ પોતાની માન્યતા પેટમાં જ રાખે. સમર્થ શાસ્ત્રકાર આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અવધિજ્ઞાનનું નિરૂપણ કરતાં ક્ષેત્રનું વર્ણન કરે છે ત્યાં ભાષ્યકારથી પોતાની બુદ્ધિ જુદી પડે છે. એમની માન્યતા ગુરુને પણ સાચી લાગે છે. પણ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ત્યાં સાફ લખે છે કે “મને અહીં બુદ્ધિભેદ થાય છે, મારા વિચારમાં ગુરુ પણ સંમત છે પણ મહાબુદ્ધિના નિધાન ભાષ્યકાર મહર્ષિ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજા જેવા ગંભીર જ્ઞાનીનો ત્યાં વિરોધ આવે છે માટે હું મૂંગો રહું છું-ક્યાં છે અને ક્યાં. હું ?' કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે-“હે ભગવદ્ ! તારા શાસનમાં ઉત્પાત ા માટે નથી ? કારણ કે અન્ય દર્શનોની જેમ અહીં ગુરુની વાતનું શિષ્ય ખંડન કરતો નથી...–શ્રી હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ કવિ પણ કહે છે કે-ક્યાં સિદ્ધસેન દિવાકજીની સ્તુતિઓ અને ક્યાં મારી ! આવી લઘુતા તેઓ ધરાવતા હતા. પોતાના કથનને પૂર્વાચાર્યોના કથન સાથે બાધ આવે ત્યાં તેઓ તરત ચૂપ થતા હતા. વીતરાગના પ્રવચનને માનું’ એમ કહે અને મતિ મુજબ બોલવાની છૂટ હોય તો એકેય આગમ, એકેય પાટ કે એકેય પરંપરા ન ચાલે. આવેશમાં આવીને “ભગવાન ભૂલ્યા' કહેનારા જમાલિ તો ઉગ્ર નિહનવ થયો, પણ બીજા નિહનવો એવા નથી. એ તો પોતાની વાત માટે આગમનાં જ સેંકડો પ્રમાણ આપતા, પણ આચાર્યોએ સમજાવ્યું કે એ પ્રમાણોને ઊંધે માર્ગે લઈ જવાય છે, છતાં ન માન્યું તો જે માથા પર વાસક્ષેપ નાખેલો ત્યાં રાખ નાખી સંઘ બહાર કર્યો.” “એની મતિ એમ હતી તો તે એમ કહે” એવું ન ચાલવા દીધું-જો એમ જ માનવાનું હોત તો આ બધું લખવાની, સમજાવવાની મહેનત શા માટે ? ગીતાર્થોનો તીવ્ર વીરોધ છતાં, સત્ય સમજાવવા છતાં જેઓએ પોતાની બુદ્ધિની હઠ કરી તેઓને જૈનશાસને નિહ્નવ જાહેર કર્યા છે; માટે તેની સાથે આ ગાથાનો બાધ આવતો નથી.
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy