________________
1091 – ૩૫ : અર્થ-કામના લક્ષ્યવાળો ત્યાગ, ત્યાગ નથી - 75 – ૨૨૧
કહો ! હવે બાકી રહ્યું શું ?
જેઓ ધર્મની આ વ્યાખ્યા કરે તેણે દુનિયાના પદાર્થો તરફની સ્વ-પરની દૃષ્ટિને પાછી વાળવી જ પડે. જો ન વાળે તો તે આ વ્યાખ્યા પ્રમાણે ધર્મદેશના આપી શકતો નથી. અમુક ધર્મ એમ નહીં પણ દુર્ગતિમાં પડતા પ્રાણીગણને બચાવે તે ધર્મ. આમાં વાંધો છે ? આવી કોઈ ચીજ તમારી પાસે હોય તો બોલો, નહિ તો આ કબૂલ કરો. આ વ્યાખ્યા કહેનારો ધર્માનુષ્ઠાનોને આઘા કરી દુનિયાની ક્રિયાને પોષે કઈ રીતે ? દુનિયાનાં ઘરબાર, બંગલા, બગીચા, પેઢીઓ, કંપનીઓ વગેરે. જો કોઈ દુર્ગતિથી બચાવતાં હોય તો તે સાબિત કરવું જોઈએ. આમ છતાં જેઓ સાધુના વેષમાં રહીને અર્થ-કામનો ઉપદેશ આપે છે તેમને માટે આપણે નવો શ્લોક પ્રાચીન સૂરિવરનો લાવીને મૂકવો પડ્યો. તેમાં કહ્યું કે “જેણે ધર્મની બાબતમાં ગુરુતા નથી કેળવી તે ગમે તેવો મોટો હોય તો પણ જેનશાસનમાં એની કિંમત ભાટથી વધારે નથી.
પીઠ પછી હવે આપણે મેખલા બાંધવી છે. પીઠ તો ઢંકાયેલી છે. મેખલા દેખાવમાં આવે છે. હવે “હા-હા' કર્યું નહિ ચાલે. હવે તો અમલની વાત આવી. દઢતા, રૂઢતા, ગાઢતા, અવગાઢતામાં “હા એ હા’ કર્યો નભ્ય કેમકે એ દેખાય એવું ન હતું. પણ જો મેખલામાં ન ટકે તો સમજાય કે પીઠ પોલી છે. તે બધા ભાટ કહેવાય? - શ્રી સંઘનું આ વર્ણન ચાલે છે. એની સમ્યગ્દર્શનરૂપી પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય, તે હવે બહાર જણાવી જોઈએ. ઉપર જેટલી ચંચળતા તેટલી જ ભીતરમાં પોલાણ. આ શાસનમાં એક વાત પરાણે મનાવવાનો આગ્રહ નથી, સાચી લાગે અને હૃદયમાં જચે તો માનો. આત્માને દુર્ગતિમાં પડતાં બચાવે તે ધર્મ. તમે આ વિષે ચોવીસ કલાકમાં કાંઈ પણ વિચાર્યું હોય તો બોલો, કેમકે આ વાત ગઈ કાલે તમને કરી હતી અને વિચારવાનું કહ્યું હતું.
આ વ્યાખ્યા માનનારંથી, કહેનારથી, આ લોકની કોઈ કરણી સારી મનાય નહિ. ‘જરૂરી, માટે કરવામાં હરકત નહિ' એમ બીજાને કહેવાની એને છૂટ નથી. જેની જરૂર છે તે મેળવવામાં તો લોક હોશિયાર છે. દુનિયાની કાર્યવાહી કોઈ પણ એવી હોય તો બતાવો કે જે કરવા માટે સાધુની સલાહ લેવા તથા શાસ્ત્રનો અભિપ્રાય જોવા માટે કોઈ થોળ્યું હોય. એ કાર્યવાહીમાં કોઈ કશાની રાહ જોતું નથી. જે કાર્યવાહી માટે શાસ્ત્રની અપેક્ષા નહિ તેને માટે શાસ્ત્ર વચ્ચે શું કામ આવે ? બંગલા, બગીચા બંધાવતી વખતે, વિવાહ, લગ્નાદિ કરતી વખતે કે પૈસા કમાતી વખતે શાસ્ત્રને પૂછો છો ? એ તો આપોઆપ કરો છો.