________________
૫૦૪
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨
– 1074 સમ્યક્તના અભાવે આજે જે કાંઈ બની રહ્યું છે તે તમારા ધ્યાન પર લાવું છું. હવે ધનના વ્યયની દિશા ફેરવો. મિથ્યાજ્ઞાનને બદલે સમ્યગુજ્ઞાનમાં પૈસા ખર્ચો. પ્રભુમાર્ગના સંસ્કાર ફેલાવવામાં ધનનો વ્યય કરો. શું બીજાના આધારે જ જિવાય?
કોર્ટમાં બચાવ માટે વકીલ જોઈએ જ એવો કાયદો નથી. વકીલ હોય તો જ કેસ જિતાય એમ ન માનતા. લુચ્ચાઈ કરવી હોય તેને બધું જોઈએ. સાચેસાચી વાત રજૂ કરનારને કાંઈ ન જોઈએ. ગુનેગાર પોતાને છોડી દેવાનું કહે તોયે કોર્ટ ન છોડે. બીનગુનેગાર બચાવ ન કરે પણ “ઈશ્વર મારો બેલી છે” એમ કહે અને કહી દે કે-કોઈ પુરાવો પણ નથી લુચ્ચાઓમાં ફસાયો છું, મારો આધાર ઈશ્વર છે, તો કોર્ટને માથે પાંચ શેરી પડે. એકંદમ ન્યાય ન આપે. રાજ્યના બૅરિસ્ટરને એનો બચાવ કરવા રોકે અને ફરીને ફરિયાદીને છ કલાક પાંજરામાં ઊભો રાખે. સો સવાલ પૂછે અને જરા પણ શકનો લાભ મળે તો આરોપીને છોડી દે.
વસ્તુ હોય તેનો લાભ લો તે જુદી વાત છે. બાકી એના આધારે જ જિવાય અને જિતાય, એવું કાંઈ નથી.
વગર વૈદ્ય પહેલાં ચાલતું હતું. ત્યારે રોગો એટલા ન હતા. આજે ચાર મકાન મૂકીને એક ડૉક્ટરના પાડોશીને ત્યાં જ બીમારીના ખાટલા પડ્યા હોય અને એ ડૉક્ટરને ખબર લેવાની ફુરસદ ન હોય?
હવે પીઠ પર મેખલા વગેરેનું આગળ શું વર્ણન આવે છે તે હવે પછી.