________________
પ્રHISાય
સંઘસન્માર્ગદર્શક, જૈનશાસનશિરતાજ, તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં જિનાજ્ઞાના રહસ્યોને સાવ સરળ છતાંય સંપૂર્ણ શાસ્ત્ર સાપેક્ષ શૈલીમાં રજુ કરતાં પ્રવચનોને પુસ્તકાકારે પ્રકાશિત કરી મોક્ષમાર્ગની આરાધના કરવા ઇચ્છતા હજારો ભવ્યાત્માઓ સુધી પહોંચાડવા માટે અમોએ તેઓશ્રીજીના પુણ્ય નામને સાંકળી ‘પૂ.આ.શ્રી. વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા’નું ગૂંથણ પ્રારંવ્યું હતું. પ્રથમ પાંચ વર્ષમાં વિવિધ વિષયક પ્રવચનોથી યુક્ત ૧૦૮ પુસ્તિકાનું પ્રકાશન સંપન્ન કર્યા બાદ એ જ શ્રેણીમાં અન્ય અનેક દળદાર પુસ્તકો તૈયાર કરી પ્રકાશિત કરાયાં છે.
આચારાંગ સૂત્ર - ધૂતાધ્યયનના પ્રારંભિક સાત ભાગોનું એક સાથે થયેલ પ્રકાશન પણ એનું જ એક યશસ્વી પાસું છે. '
હવે એ જ શ્રેણીમાં સોનેરી પૃષ્ઠ ઉમેરવારૂપ સંઘ સ્વરૂપ દર્શન ભાગ ૧-૨૩ નો સેટ નવતર રીતે છાપી પ્રકાશિત કરવાનું સૌભાગ્ય અમને સાંપડ્યું છે.
આ ત્રણ ભાગમાં પ્રકાશિત થતાં ૧૧૮ પ્રવચનોનું સંપાદન પ્રવચનકાર પૂજ્યપાદ તપાગચ્છાધિરાજશ્રીજીની આજ્ઞાથી તેઓશ્રીમના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પૂ.આ.શ્રી. વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પૂ.આ.શ્રી. વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજે કર્યું છે. આ એ જ પ્રવચનો વર્તમાનકાલીન જરૂરને ધ્યાનમાં લઈ ત્રણ ભાગરૂપે આ સાથે પુનઃ પ્રકાશિત કરાઈ રહ્યાં છે.
સૌ કોઈ આ પ્રવચનોનાં વાચન-શ્રવણાદિ દ્વારા ભવજલતારણહાર શ્રીસંઘનું વાસ્તવિક સ્વરૂપ જાણી, એને સત્યાર્થમાં આરાધી સર્વ કર્મનો ક્ષય કરવા સાથે શાશ્વત શિવપદને પ્રાપ્ત કરનારા બને એ જ અભિલાષા.
- Riel WEારત