SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ કે ઉપાશ્રય ગમે ? એને તો હ૨વા ફરવાનાં સ્થાનો ગમે, નાટક-સિનેમા ને મોજશોખમાં સાધનો ગમે. એને માટે વાતે વાતે પૈસા જોઈએ. એમાં ખૂટે એટલે મૂંઝવણ મટે જ નહિ. જ્યારે સામાયિકમાં શું જોઈએ ? અઢી હાથનું પંચીઉં, એક હાથનું કટાસણું, ચોવીસ આંગળની મુહપત્તિ અને એક ચરવલો હોય એટલે બસ. આથી વધારે કાંઈ જોઈએ ? 1034 સભા : બધાને ભીખ માગતા કરવા છે ?’ આ ભીખ પણ એવી છે કે જેની ચોમેર લક્ષ્મી આંટા મારે છે. ગાળો ખાતાંયે કાંઈ ન મળે એવી આ ભીખ નથી. આ ભીખ જો સાચી હોય તો એની આગળ પાછળ તો લક્ષ્મીના ઢેર પડ્યા છે. બાકી એમાં ઢોંગ ન ચાલે. માટે તો પુણિયા શ્રાવકને ઘે૨ શ્રેણિક મહારાજા પોતે સામાયિક લેવા આવ્યા હતાં; અર્થાત્ પોતાનો ભંડાર આપીને સામાયિકનું ફળ ખરીદવા આવ્યા હતા. પુણિયો કહે છે કે-મારે ભંડાર ન જોઈએ. સામાયિક પાસે એને મન ભંડારની કોઈ કિંમત ન હતી. માનો કે તમે પૈસા માટે બરાબર મહેનત નથી કરતા માટે તમને નથી મળતા પણ ચોવીસે કલાક દોડધામ કરનારાને મળી ગયા ? પૈસા પાછળ ગાંડાઘેલા થયેલાને પૈસા મળી જ ગયા ? બહુ દોડધામ કરનારાને એક ઠોકર એવી લાગે છે કે ત્યાં જ કપાળે હાથ દઈને બેસી જવું પડે છે. તમે એમને પૂછજો કે-‘ભાઈ ! અમે તો મહેનત નથી કરતા ને ન મળે પણ તમે તો આટલી મહેનત કરો છો છતાં આમ કેમ ? અમે તો કલાક પૂજામાં ગાળીએ અને આ એક સાધુ આવ્યા છે ત્યારથી બીજા બે કલાક એમની પાછળ ગાળીએ છીએ એટલે અમારો ધંધો ઓછો ચાલે એ બને, પણ તમે તો ચોવીસે કલાક મહેનત કરો છો પછી તમને કેમ ન મળે ?’ તમે આવું તેમને પૂછી શકો છો અને એવું પૂછશો એટલે એ કપાળે જ હાથ દેવાના. વ્યાખ્યાનમાં આવનારા રહી ગયા અને ગાદીતકિયે બેસનારા ફાવી જ ગયા એવું નથી. પાપ પુણ્યને નહિ માનનારાને કપાળે હાથ મૂકીને કહેવું પડે છે કે-‘અમારું નસીબ ફૂટ્યું.' પાપ પુણ્યને ન માને તો જાય ક્યાં ? તમારામાં તે જાતની ભાવના જાગવી જોઈએ. તમે પણ જો સામાયિકમાં બેસીને લાખોપતિ બનવાની ઇચ્છા કરો તો તમે પણ ગયેલા વીતેલા જ છો. સામાયિક ક્યારે ફળે ? ‘સાવજ્યું જોગં’નું પચ્ચક્ખાણ જળવાય તો. પચ્ચક્ખાણ ‘સાવર્જા જોગં’નું કરો ને મનમાં ગોટાળા વાળો તે ન ચાલે. નિસ્સિહી કહીને મંદિરમાં પેસો અને
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy