________________
હan - ૫: ધર્મ શા માટે - ધર્મ પાસે શું મગાય?-ક – ૭૧ દોષ છે. જેને કુદરતી વસ્તુ પર પ્રેમ હોય તેને શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકાને કારણ નથી; કેમ કે, ત્યાં કૃત્રિમતા નથી; પણ એ વિચારાય તો હૃદયમાં બેસે, ન વિચારે તેને માટે આ વાત નથી.
શ્રી જિનેશ્વરદેવે કહેલી વાતનો એક જ હેતુ છે કે, દબાયેલું આત્મસ્વરૂપ ખલું થાય, મંદિર તથા મૂર્તિને માનવા અને પૂજવાના તથા વ્યાખ્યાન-શ્રવણના તેમજ અનેક ધર્મક્રિયા કરવાના વિધાનનો હેતુ કર્મથી દબાયેલા આત્માને છૂટો કરવાનો છે. અનેક જીવોનાં સ્થાન તથા સ્વરૂપ બતાવ્યાં, એનો હેતુ પણ એ જ કે, આત્મા એની હિંસાદિ કરી કર્મથી બંધાય નહિ. પૃથ્વીકાય આદિ બધામાં જીવો છે, એ બતાવવાનો એ સિવાય બીજો કોઈ જ હેતુ નથી. એક તો વસ્તુસ્વરૂપનું પ્રતિપાદન થાય છે અને બીજું એ કે એ જાણીને આત્મા કોઈને હાનિ ન કરે, જેથી પાપ ન લાગે અને પાપ ન લાગે તો આત્મા નિર્મલ બને. વસ્તુસ્થિતિ આ હોવા છતાં એના ઉપરનો વિશ્વાસ ડામાડોળ બને છે એનું નામ શંકા છે અને કઠિનતા કરતાં સહેલાઈ પસંદ કરવી તથા જેમાં પુદ્ગલપ્રાપ્તિ વધુ હોય તેવા ધર્મની પસંદગી કરવાની ઇચ્છા થવી તે કાંક્ષા દોષ છે.
શ્રી સિદ્ધગિરિ મોટામાં મોટું તીર્થ હોવા છતાં પણ કેટલાકને કેસરિયાજી પ્રત્યે પ્રેમ વધારે કેમ? એ ઋષભદેવ જુદા છે અને શ્રી સિદ્ધગિરિજીના ઋષભદેવ જુદા છે? નહિ જ, છતાં પણ ત્યાં વધુ માન્યતાનું કારણ મોટા ભાગે એ જ છે કે, ત્યાં ચમત્કાર માન્યો છે !એટલે કે મનની માનેલી પુદ્ગલસાધનાની લાલસા આખી દશા જ ફેરવી નાંખે છે !!! કેસરિયાજી ચમત્કારી છે, જે માંગીએ તે આપે છે' એમ કહેતાં સમ્યગુદૃષ્ટિને શરમ ન આવે? શું વીતરાગ તુષ્ટમાન થાય?” એમ કોઈ પૂછે તો એવાઓ શું ઉત્તર આપે? પણ આવા વિચાર કરવાનું નથી સૂઝતું
એનું કારણ એ છે કે, ધર્મક્રિયા કરતાં કરતાં પણ હૃદયમાં ઊંડે ઊંડે અભિલાષા * પુલ પ્રાપ્તિની રહેલી હોય છે. મનોદશા કેવી હોવી જોઈએ?
ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીજીને માનો છો વીતરાગ અને એમની પાસે પણ અર્થ-કામની કામના રાખો એ કેવી ભયંકરતા ? શું વિતરાગપણે ભૂલી જવાય છે? જેઓ શ્રી વીતરાગ પરમાત્મા પાસે પણ રાગના પદાર્થો માંગે તેઓને ઇતર દર્શન કે જેમાં એમ કહ્યું છે કે “ઈશ્વર જ આપે છે ત્યાં અભિલાષા થતાં વાર કેમ લાગે ? પુદ્ગલપ્રેમી આત્માને દુનિયાના પદાર્થો પ્રત્યે રાગ થવો એ તદ્દન સહેલું છે.