________________
1097
– ૩૫ ઃ અર્થ-કામના લક્ષ્યવાળો ત્યાગ, ત્યાગ નથી - 75
-
૫૨૭
માનનારથી કરાય ? છાપામાં આવ્યું હોય કે ત્રણ વર્ષની છોકરીએ જૂની વાત કહી તો એ માને, આશ્ચર્ય પામે, ત્યાં જોવા જાય અને એ વાતને સાચી મનાવવા પ્રયત્નો કરે. ત્યાં એ છાપાની વાત મનાય અને અહીં ન મનાય તેનું કારણ શું? “આમ કેમ થયું ?” એવું પરલોક માનનાર પૂછી ન શકે. પરલોકના સંસ્કાર પ્રગટ થાય ત્યારે સ્થિતિ અને ભાવના ફરતાં વાર શી ? અરે, અહીં જ જુઓ ને ? એક લક્ષાધિપતિ અને એકને એક પૈસાનાં ફાંફાં, એકને હીરાની વીંટી અને એકને ત્રાંબાની વીંટી પણ નહિ એનું કારણ ? જો તમારી બુદ્ધિ પર કમાણીનો આધાર માનતા હો તો એ ભેદ કેમ ?-એ બતાવો. આ ભેદ અત્યારની કાર્યવાહીને આભારી છે કે પૂર્વની ? એક પચાસ વર્ષનો ને બીજો પચીસ વર્ષનો કેમ ? બધા સાથે કેમ ન જન્મ્યા ? આટલા બધા પલટા આંખ સામે દેખાય છે છતાં પરલોકમાં શંકા કેમ ? સભાઃ “આ બધા ફેરફાર પરલોકના કારણે જ કે આ લોકમાં નવા ફેરફાર
પણ થાય ?' બેય બને. સમ્યક્ત થાય, દેશવિરતિ કે સર્વવિરતિ થાય એ નવું ને ? વહેલું મોડું થાય એમાં પરલોકની કાર્યવાહી કારણભૂત છે. પૂર્વભવમાં મુનિ ન થયો હોય તે આ ભવમાં થાય કે નહિ ? પૂર્વના સંયોગે સગુરુનો યોગ થાય પછી પરિણામ ને પ્રવૃત્તિ નવાં થાય, પરલોકની કાર્યવાહી ન માને એ જીવી કેમ શકે છે? મોટો સો વરસનો પણ જીવે છે અને નાનો માંદો પડી વહેલો મરે છે, કારણ ? સાથે જૂન્મેલા બેમાં એક ખુરશી ટેબલ પર બેસે છે અને બીજાને ઊભા રહીને પગે પાણી ઊતરે છે, એનું કારણ ? એક મોટર નીચે પગ નથી મૂકતો ને બીજો ટાંટિયા ઘસ્યા જ કરે છે, એનું કારણ ? બુદ્ધિમાન રખડે છે અને બેવકૂફ મોટરમાં ફરે છે, એવું પણ દેખાય છે ને ? શેઠિયાનો દીકરો ગાંડું બોલે તોયે ડાહ્યું ગણાય. અને બુદ્ધિનો નિધાન યોગ્ય સલાહ આપે તોયે કોઈ સાંભળે નહિ, કારણ ? જે પરલોક માને તેને અહીં થતાં શુભાશુભ પરિણામમાં શંકા કેમ ? પણ હજી શ્રદ્ધા ક્યાં છે? એવા ગુરુને વોસિરાવી દેજો! - આજના જૈનોમાં શ્રદ્ધા નથી. અનુભવનો ઉપયોગ કરતાં એમને ઓછો આવડે છે. એથી આખી જિંદગી દુ:ખમય ગાળવામાં આવે છે. છતી સુખની સામગ્રીએ દુઃખમય જીવન બનાવાય છે. પોતાની લાલસાના યોગે સુખ ઝડપાઈ ગયું છે. સેંકડોપતિ, હજારોપતિ, લાખોપતિ કે કરોડપતિ બધાની એક જ હાલત છે. સેંકડોપતિ કહે છે કે સોનો પગાર તો છે પણ બાર કલાક નોકરી