________________
1160
૫૯૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
પોષનારાં સાધનો ઘણાં છે, હિંસા તો દરેકમાં છે જ, છતાં ઓછી હિંસાએ નભે તો વિનાકારણ અનંતકાયના અનંત આત્માનો ઘાણ શા માટે કાઢે ! અને સંસારમાં શા માટે રખડે ? જૈનદર્શન વિશિષ્ટ કોટિનું છે, અનુપમ છે. દુનિયાના જીવો સંસારના પારને પામે માટે જ ઉપકારીઓએ ઉપકાર દ્દષ્ટિએ આ બધી વાતો કરી છે.
શ્રી જિનેશ્વરદેવો એ પણ જાણતા હતા કે આ વાતની ઘણા શ્રદ્ધાહીને લોકો મશ્કરી પણ કરશે. પણ સત્ય એ એવી ચીજ છે કે તેની સામે લાખો આક્ર્મણ આવે તો પણ એ ટકી રહે છે. આજે તો ઘણા એવા ડાહ્યાઓ (!) પણ છે, જે નજરે જોયેલી વાતને પણ માનવા ના કહે; પણ તેથી એ વાત કાંઈ ખોટી કહેવાય ? છપ્પન માળના બિલ્ડિંગની વાત જંગલનો ભીલ માને ? ગમે તેટલું સમજાવો તોયે એ ન માને. એ તો હાથ ઊંચો કરીએ એટલું મકાન ઊંચું હોય, એમ માને. ઘાસની ઝૂંપડીમાં એ ૨હે. ત્યાં સુતારની નિસરણીની જરૂર જ ન પડે. છપ્પન માળની હવેલીની વાતને એ ગપ્પુ જ માને. એ પૂછે કે એના ઉપર ચઢાય જ શી રીતે ? પેલો કહે કે પણ અમે એમાં રહીંએ છીએ, ભાઈ ! તો કહે કે ‘ગપ્પાં મારો છો ! કદી શહે૨માં એને લાવો તો દૂરથી જ શહે૨ની ધમાલ જોઈને એ ભાગે. પણ એ ભીલ ન માનેં માટે છપ્પન માળના મકાનની વાત ખોટી કહેવાય ?
આ દેશમાં રેલગાડી નવી આવી ત્યારે ગામડાના લોકો વાંકા વળીને જોતા હતા કે આને બળદિયા ક્યાં બાંધ્યા છે ?’ રેલમાં બેસતાં પણ ગભરાતા હતા.
છપ્પન માળના મકાનને નહિ માનનારો ભીલ જેવો તમારી નજરે છે, તેમ જ્ઞાનીઓની નજરે તમે એ ભીલ જેવા છો. સ્થૂલબુદ્ધિના ધણીથી લાંબુ ન જણાય. શ્રદ્ધાથી માનવું જોઈએ, નહિ તો સર્વજ્ઞ જેવી શક્તિ કેળવવી જોઈએ. ભગવાન સર્વજ્ઞોએ કહ્યું કે કાં તો અમારું માનો, નહિ તો અમારા જેવા બની નજરે જુઓ. અમારા જેવા થાઓ નહિ, અમારું કહ્યું માનો નહિ, તો સંસારનું ચોગાન પરિભ્રમણ કરવા ખુલ્લું છે.
દયા-જ્ઞાનીની અને અજ્ઞાનીની
જેમ જેમ જ્ઞાન વધે તેમ દયામાં ભેદ પડે. આપણી દયામાં અને એમની દયામાં આસમાન જમીનનું અંત૨. તમે તો વાતવાતમાં કોઈ દુ:ખિયાને જોઈને કંપી ઊઠો, જ્ઞાની એમ ન કંપે. જ્ઞાની જ્ઞાનદૃષ્ટિએ જગતના એક એક દુ:ખી જીવને જુએ અને કંપ્યા કરે તો એ વે કેટલા દિવસ ? સૌ આત્માઓ કર્માધીન છે એમ એ જોઈ રહ્યા છે માટે એને બચાવવા કર્મના સ્વરૂપ આદિ બતાવી