________________
૩૯ : સેવા વિનશ્વરની કે અવિનશ્વરની ? - 79
તેનાથી મુક્ત બનવાના ઉપાય બતાવે છે. એ જ એમની દયા.
છોકરો દૂધ માંગે ને ન મળે તો માબાપની આંખમાં પાણી આવે પણ સાધુની આંખમાં પાણી ન આવે. સાધુ તો એની ઇચ્છાને રોકવાનું સમજાવે. દુનિયાના સર્વ પ્રાણીઓ કરતાં સાધુ કોમળ ખરા, પણ ડાહ્યા હોય. એની દયા વિવેકવાળી હોય. તમને પણ જેવી મોહજનિત દયા તમારા દીકરા માટે આવે, એવી બીજા માટે ન આવે.
1161
૫૯૧
તમારી દયા ઘોલકીની છે, સંકુચિત છે. સાધુની એવી નથી. સાધુની દયા વિશાળ છે. સાધુ તમને કઠોર લાગે પણ એમ તો તમે પણ કઠોર બનો છો. ડૉક્ટરો મના કરે તે ચીજ કઠોર બનીને, બાળકને રડવા છતાં પણ નથી આપતા. પાડોશી કહે તોયે ન આપો. તમે એ રીતે કઠિન અને અમે આ રીતે કઠિન. જ્ઞાનીની દયા તાત્ત્વિક હોય છે.
બાળક દૂધ માટે રોવે ત્યારે દૂધ આપી છાનું રાખવું એ વ્યાધિ શમાવ્યો નહિ પણ વ્યાધિ વધવાનો રસ્તો બતાવ્યો કહેવાય. સાચાં માબાપ કદી બાળકની લતને આધીન ન થાય. એ તો બાળકને એવા બનાવે કે એ બાળક માબાપ આપે તે જ લે; બીજું માગે જ નહીં. બાળક માગે, હઠ કરે તે માબાપ ન જ આપે, કેમકે માગવાની કુટેવ પડવાથી બાળક દુ:ખી થાય. માબાપ સારી ચીજ બાળકને આપ્યા વિના ન રહે પણ બાળક હઠ કરે તો ન જ આપે, બાલ્યકાળમાં એવી ટેવ પડે પછી માગ્યું રોજ મળે એમ લખી આપ્યું છે ? ન મળે ત્યારે રૂવે કોણ ? એ તો બાળકને દુ:ખી કરવાનો રસ્તો છે. બાળકને જ્યાં ખાતરી થઈ કે માબાપ આપ્યા વિના રહે તેવાં નથી પણ માગ્યું તો આપે જ નહિ એવાં છે, તો એ બાળક.કદી માગશે નહિ. આવું બાળક બહાર ફરવા જાય ને અનેક વસ્તુઓ જુએ તો પણ એને કોઈ મન ન થાય. આજે તો બહાર ફરવા જાય ત્યાં મોટાઓ પણ જ્યાં ત્યાં નજ૨ નાખ્યા કરે. આવાને જ મુંબઈનું પાણી લાગે છે. જે જુએ તે એને ખાવા જોઈએ. શરીર મોટું, ચીજો ઘણી. આંખો જ્યાં ત્યાં ફર્યા કરે અને ઇચ્છાનો અંત નહીં; જેટલું નવું દેખાય તેટલું લેવાની ટેવ પડી હોય, પછી એ દુ:ખી ન થાય તો થાય શું ? માબાપે એને કેળવ્યો એવો, માટે એની એ દશા થઈ.
આજે તો શેઠાઈ છે પણ કાલે કંગાલિયત આવે ત્યારે શું ? શેઠિયાઓએ આ વિચારવાનું છે. સદા સરખી સ્થિતિ કોઈની રહેતી નથી. શેઠ માની બાળકને જ્યાં ત્યાં હાથ નાખવા દેવાની ટેવ ન પાડો. ડાહ્યા અને સમજદાર માણસો તો જેઓ પૂર્વે કંગાળ સ્થિતિમાંથી મોટા શેઠ શાહુકાર કે રાજા મહારાજા