________________
૮૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
ક૨વી છે ! ખરચો પૂરો કરવો છે ! સાહ્યબી અને ઠાઠ મેળવવા છે ! દુકાનનાં અને ઘરનાં ભાડાં તથા ખર્ચો તેમજ નોકર-ચાકરના પગાર વગેરે કાઢવાં છે ! ત્યાં બધી ભાવના જ જુદી. ઉદારતા, દાન, સદાચાર, ભલમનસાઈ, સુનીતિ, ઉત્તમ વિચાર, સજ્જનના સત્કાર સન્માનની ભાવના ત્યાં આવે જ નહિ. કમાવું કેમ એ જ ત્યાં તો વાત. પુણ્યવાન હોય તો સાંજે વહેલો ઘરે જાય, નહિ તો અંધારે સહી ! રાત્રે ખાવામાં વાંધો માને તો ને ? આ રીતે બધું કામ યંત્રની
જેમ ચાલે છે.
656
રાત્રે ખાય, પછી થોડી ૨મત ગમત કરે અને પછી ઘોરે !' અર્થ અને કામ . એ બેની ચોવીસે કલાક મારામારી. વચ્ચે થોડો ધર્મ ચટણી જેવો, એનો હિસાબ શો ? આવી રીતે રોજ ધપાવે જાઓ, દિવસો, મહિના અને વર્ષો કાઢો અને કહો કે, ‘મોટા થયા’. જ્ઞાની કહે છે કે, આ ગાંડો નાનો થતો જાય છે ત્યારે મોટો થયો હોવાની વાતો કરે છે. શાસ્ત્ર તો કહે છે કે જેમ દિવસ જાય તેમ ધર્મ ન સધાય તો મોટા તો રૂએ કે, ઘટ્યા ! પણ આ તો કહે છે, ‘અમે આટલા વર્ષના !' પણ એ વિચારવું જોઈએ કે, એ વર્ષ સફળ થયાં, નિષ્ફળ ગયાં કે નુકસાનકારક થયા ? આ રીતે જીવન ધપાવો અને સાધુ તમને સારા કહે એ બને ?
હું કડવું બોલતો નથી પણ મારે બોલવું પડે છે !
તમને કેવું કહેનાર મળે તો તમે ઊંચા આંવો એ કહો ! તમારા માનવજીવનને સાર્થક બનાવવા તમને કેવું કહેનાર જોઈએ ? કોઈક કહે છે કે, ‘મહારાજ બહુ કડવું કહે છે, અમને કૃતઘ્ન કહે છે, અમારા પર કૃતઘ્નતાનો આરોપ મૂકે છે.’ હું પણ ઇચ્છું છું કે, ન મૂકવો પડે. આ આરોપ મૂકતાં મને બહુ દુઃખ થાય છે. હું હસીને કહું છું એવું ન માનતા ! ક૨ડા થઈને કહેવા જોગા તમે છો કે નહિ ? ભૂલેચૂકે પણ ડાહ્યાને મૂર્ખ કહેવાતા હોય તો માફી માંગવા તૈયાર છું. તમારા જેવા બુદ્ધિશાળીને કમઅક્કલ કહેવાની મને જરૂર પડે એ ઓછું છે ? દુનિયા તમને બુદ્ધિશાળી માને ત્યારે જ્ઞાનીની દૃષ્ટિએ જુદું જ દેખાય છે. જ્યાં ત્યાં તમે શેઠ કહેવાઓ અને અહીં મારે તમને શું શું નથી સંભળાવવું પડતું ? શો ઉપાલંભ નથી દેવો પડતો ? હું તો કહું છું કે, ખૂબ જ આગળ વધારીને તમને કીમતી બનાવવાની કાળજી તો જરૂર છે; પણ વગર કિંમતે કીમતી કેમ કહું ? અને એમ કહું તો તો પાપ છોડવાને બદલે તમે વધારે પાપ કરો અને હું વિશ્વાસઘાતી બનું ! માનપાન માટે, જૈનશાસનમાં પાપાત્માને સારા કહેનાર પર વિશ્વાસઘાતીપણાનો આરોપ આવે છે. જૈનશાસનની કોર્ટમાં