________________
582
૧૨
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – અગ્નિત્રયને હોમતો હતો. જાતે મનુષ્ય છતાં પણ પશુ જેવી આચરણ કરનારો તે યજ્ઞકર્તા પોતાના હાથે છેદી છેદીને પશુઓને હોમવાથી પોતાને પાતકોથી અને આકાશને હોમના ધુમોથી વ્યાપ્ત કરતો હતો. તે પાપી બ્રાહ્મણ આર્તધ્યાનથી મરીને બોકડો થયો; અને તે બોકડો પોતાના જ પૂર્વભવના પુત્રોની સાથે રમવા લાગ્યો. યજ્ઞને કરવાની ઇચ્છાવાળા થયેલા તેના જ પુત્રો તે બોકડાને હોમ માટે લઈ જવા લાગ્યા, એટલે ભય પામેલો તે. ‘બેં બેં' એવા સ્વરના બહાનાથી પ્રગટપણે કહેવા લાગ્યો કે, “મારા બંનેય ભવો ફોગટ ગયાં.”
આ સમયે માર્ગમાં જતા એક અતિશય જ્ઞાનીએ મરણથી રિબાતા બેં બોકડાના બોધ માટે અને તેના પુત્રોના બોધ માટે, એ પ્રમાણે વાણી ઉચ્ચારી કે
“હે અજ! તેં પોતે જ વૃક્ષો રોપ્યાં છે અને ખાઈ પણ જાતે જ ખોદાવી છે. તથા સરોવર પણ પોતે જ કરાવ્યું છે, તો પછી હાલમાં હવે શા માટે બુત્કાર છે.”
અતિશય જ્ઞાની મુનિવરના વચનના શ્રવણથી બોકડાને જાતિસ્મરણજ્ઞાન : ઉત્પન્ન થયું. એ જ્ઞાનના યોગે એણે જાણ્યું કે, “આ સઘળોય અનર્થ મેં પોતે જ કર્યો છે.” એથી તેણે પોતે પોતાનો બુસ્કાર બંધ કર્યો અને મૌન સ્વીકાર્યું. આથી તેના પૂર્વભવના પુત્રો આશ્ચર્ય પામ્યા અને તેઓએ એ આશ્ચર્ય દૂર કરવા માટે મુનિ પ્રત્યે પૂછ્યું કે, “આ બોકડો આપના બોલતાંની સાથે જ એકદમ મૌન કેમ થઈ ગયો ?”
આ પ્રશ્નનો ઉત્તર આપતાં જગતને આનંદ આપનાર તે મુનિએ આ બોકડાના પૂર્વભવનો વૃત્તાંત શરૂઆતથી માંડીને કહ્યો; એટલે પુત્રો પણ સમજ્યા કે, આ બોકડો બીજો કોઈ જ નથી. પણ પૂર્વભવનો અમારો પિતા છે, પણ ધર્મના સ્વરૂપથી અજ્ઞાન એવા તેઓના હૃદયમાં એવી શંકા ઉપસ્થિત થઈ કે, “તેવા પ્રકારનાં યજ્ઞાદિ કૃત્યોમાં પ્રાસક્ત એવા આત્માની આવા પ્રકારની ગતિ કેમ થાય ?” આવી શંકાના યોગે તેઓએ તે મુનિવર પ્રત્યે કહ્યું કે, “આ વિષયમાં વિશ્વાસ ઉત્પન્ન થાય એવી કોઈ વાત આપ ફરમાવો.' આથી મુનિવરે ફરમાવ્યું કે, ‘તમારા ઘરની અંદર રહેલો નિધિ આ બતાવશે !” આ સાંભળીને તે લોકો બોકડાને ઘરે લઈ ગયા, ત્યાં તે બોકડાએ પગના આગળના ભાગની સંજ્ઞાથી તે નિધિ દર્શાવ્યો. આ બનાવથી વિશ્વાસુ બની ગયેલા તે બોકડાના પૂર્વભવના
૧. “ગાપિતાઃ સ્વયં વૃક્ષ, વનિતા તિવા સ્વયમ્ |
સરોડારિ સ્વયં વાન !, મુિ ગુરૂડપુના ? iારા"