________________
૩૧૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
888 કઠોર વચનો સંભળાવે તો એ નઠોર બની સાંભળી લો પણ ત્યાંથી જરાયે ખસો નહિ ને ? . ઉત્તમ આત્માઓ દુનિયાના ગમે તે પ્રસંગને જોઈને વૈરાગ્ય પામે છે. આજ તો કબૂલ કરી લે કે-અમે ગુરુકર્મી છીએ”. આમ પોતાને ભારે કર્મી મનાવવામાં પણ ભય ન હોય ત્યાં વાત શી કરવી ? સામો વાત કરનારો આગળ વધે જ નહિ ને ? વર્તમાન સુખમાં મજેથી પડેલા માટે ધર્મની આરાધના અશક્ય નહિ તો દુઃશક્ય છે. વર્તમાન સુખમાં સુખની માન્યતાવાળાને સમ્યક્ત થવું દુઃશક્ય છે. વર્તમાન સુખ નહિ છોડવાની ભાવનાવાળા માટે ધર્મની આરાધના થવી દુષ્કર છે. મિશ્રાદષ્ટિને સમ્યક્તની પ્રાપ્તિ દુષ્કર છે, કારણ કે, એ વર્તમાન કાળની સાહ્યબીમાં જ સુખ માને છે. સુખ સાહ્યબીમાં ફસાયેલા આત્મા માટે ધર્મની આરાધના દુષ્કર છે; કેમ કે, એ વર્તમાન સુખમાં ફસાયો છે.
આંખનો રોગ જવાથી વસ્તુ વાસ્તવિક સ્વરૂપે દેખાય છે, તેમ મિથ્યાત્વ રોગ જવાથી સંસાર જેવો છે તેવો દેખાય છે અને સંસાર છે તેવો સમજાય તો જ ધર્મની આરાધના માટે સાચો ભાવ જાગે. •
સભાઃ પાપાનુબંધી પુણ્ય ખપે ખરું ?
-પરિણામની તેવી ધારાથી જરૂર ખપે; પણ એ ધારા સાચી હૈયાની હોવી જોઈએ, માત્ર હોઠેથી બોલ્ય ન ચાલે. ભૂમિકા એવી સ્વચ્છ બનાવો કે ચિત્ર આપોઆપ ઊપસી આવે. મલિન ભૂમિકા હોય તો પછી પણ ખરાબ થાય, રંગ બગડે અને મહેનત નકામી જાય. સ્વચ્છ ભૂમિકા ઉપર ચિત્રામણ સુંદર થાય અને જોનારને આકર્ષણ થાય. એ જ રીતે હૈયાને સ્વચ્છ અને નિર્મળ બનાવો. શી રીતે ?
__ अनित्यमेतद भविनां शरीरम શરીર અનિત્ય છે ને ? અનિત્ય શરીરની, શાશ્વત હોય એ રીતે સેવા કરે ત્યાં શું થાય ? એવી સેવા ભગવાનની મૂર્તિની કરે તો ? નહાતી વખતે પોતાના શરીરને નખ ન વાગે એની કેટલી કાળજી ? અહીં પૂજામાં ભગવાનને નખ ન અડે એની કાળજી રખાય છે ? શાશ્વત કોણ ? શરીર કે પરમાત્મા ? આ શરીરને અનિત્ય કહેવાનું કે માનવાનું પણ ખરું ? એક વાર શુદ્ધ માન્યતા આવવી જોઈએ.
શ્રેણિક મહારાજાને ભગવાન શ્રી મહાવીરદેવના નામશ્રવણથી રોમરાજી વિકસ્વર થતી, ભગવાનના સમાચાર રોજ મેળવવા માણસો નિયત કર્યા હતા. રોજ સમાચાર મળતા અને સમાચાર આપનારને રોજ દાન દેવાતાં. એમની ભાવના એવી હતી કે મારા ભગવાનના સમાચાર આપનારને દાન દેવું જ