________________
૪૭૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સંસા૨ને સારો માને તેને આ શાસનમાં સ્થાન નથી, એ ગોખી રાખો. સંસાર સારો લાગે અને શ્રી જિનેશ્વરદેવની વાણી ગમે એ બને ?
1032
સભા એવાઓ પણ અહીં સ્થાન તો મેળવે છે !’
ઓઘ દૃષ્ટિએ એ ભલે મેળવતા હોય પણ વસ્તુતઃ તેમનું સ્થાન અહીં નથી. એક પોસાતીની પાછળ બે બાળકો જમી જાય કે એક માલિકની પાછળ ચાર હજૂરિયા જમી જાય એ વાત જુદી છે. જ્ઞાનીના વચનની રુચિ સહેલી નથી. ...એમાં ખામી કોની ?
રૂઢતા માટેની આ ભાવના રૂઢ ન થાય તો શંકાદિ પાંચેય દોષોના ત્યાગથી દૃઢ બનેલું સમ્યક્ત્વ ચાલ્યું જતાં વાર ન લાગે, આવી રૂઢતાવાળો સમ્યગ્દષ્ટિ આત્મા મુક્તિસાધક ગમે તેવી ક્રિયામાં આનંદ જ માને, મુક્તિના કારણરૂપ તપને એ આર્તધ્યાનનું કારણ ન માને. તપને જે આર્તધ્યાનનું કારણ માને છે તે મિથ્યાદ્દષ્ટિ છે. દાન દેતાં જેનો હાથ નચાલે અથવા દીધા પછી પશ્ચાત્તાપ થાય તો કહેવું પડે કે એ વસ્તુતત્ત્વ સમજ્યો જ નથી. શીલપાલનમાં મૂંઝવણ થાય એ ખામી એ સુંદર આચારની કે વિષયની અસક્તિની ? તપ શેં બને ! એમ થાય કે કર્યા પછી મૂંઝવણ થાય એ ખામી તપની કે ખાવાપીવાની ગુલામીની ? મંદિરઉપાશ્રયમાં કે સામાયિક પ્રતિક્રમણમાં કે પૌષધાદિ ધર્માનુષ્ઠાનોમાં ભાવના ટકતી નથી એ ખામી કોની ? મંદિરમાં રહેલા વીતરાગદેવની, ઉપાશ્રયમાં રહેલા ગુરુમહારાજની કે તે તે ધર્મક્રિયાઓની કે મનમાં રહેલી મલિન ભાવનાઓની ? મલિન ભાવનાઓ તમે નિરંતર સેવી રહ્યા છો તેની જ એ ખામી સમજવી. ‘લખ પૂરે મન આશ' :
મનની મલિન ભાવનાઓ ખસે નહિ ત્યાં સુધી ભગવાન પણ શું કરે ? ભગવાન પણ કાંઈ તમને વસ્તુ ઘોળીને પાવા ન આવે. વ્યાખ્યાનમાં પણ તમે માગો તે ન આવે તો તમને ગમે ? તમારે શું જોઈએ ?
સભા ‘સંસારની લીલા.’
હવે, અહીં વાત ચાલે વૈરાગ્યની, એ લીલાના પીપાસુઓને ગમે ? આનંદઘનજી મહારાજાએ કહ્યું કે :
કોઈ કહે લીલા રે, અલખ અલખ તણી રે,
લખ પૂરે મન આશ; દોષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ.