________________
૨૩૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 800 નામનિશાન મળે નહિ. દયા તો તેનું નામ જેની દયા કરાય તેને ફરી રોવું જ ન પડે. સાચો પ્રેમ અને મોહજન્ય પ્રેમઃ
શાલિભદ્રના સંયમની વાત સાંભળી માતાને એવી મૂર્છા આવી કે શરીર પરના અલંકારો પણ તૂટી ગયા. પડવાના અવાજથી દાસ-દાસી બધાં દોડી આવ્યાં; પણ રોજ ભક્તિ કરનાર શાલિભદ્ર નજીક ન ગયા હતા ત્યાં જ ઊભા રહ્યા. એ શાલિભદ્રને નિર્દય કહેવાય ? નહિ. એ વિચારે છે કે મૂચ્છ ખવરાવવાની બેવકૂફી કોણ કરે ? આ પછાડ એ તો મોહને વધારનારી છે. દાસદાસીઓની સારવારથી માતાની આંખો જ્યારે ઊઘડી અને જોયું કે શાલિભદ્ર તો પાસે પણ નથી આવ્યો ત્યારે તરત જ માતાને થયું કે- “શાલિભદ્ર બદલાઈ ગયો. આ મારો શાલિભદ્ર ન હોય. હું પડી ગઈ તોયે પાસે પણ આવતો નથી. દાસ-દાસી આવ્યાં પણ એ આવ્યો નહિ ! વધી ગયેલી મોહની માત્રા ઘટી ગઈ. શાલિભદ્રનું ધાર્યું થયું. '
વારુ ! જગતમાં મા-દીકરા જીવન સુધી પરસ્પર મોહમાં રહે અને એ જ સ્થિતિમાં મરે તો કઈ ગતિમાં જાય ? મા-દીકરા ખરા પણ આ ભવના કે ભવોભવના ? માએ દીકરા માટે બધું કર્યું, કુદેવની માનતા માની, નાળિયેર પૈસો ચઢાવ્યાં, કુગુરુ, કુધર્મ સેવ્યા અને દીકરાએ મા ખાતર બધું કર્યું અને એમાં જ ઉૐ ફુટુ ફુ સ્વાહા થાય તો કઈ ગતિ થાય ?
સભા: “પ્રેમ અને મોહમાં ફેર ખરો ?”
ફેર ખરો, પણ આજે બહુલતા દુનિયામાં જેને પ્રેમ કહે છે તે મોહ છે. કંઈક ઠીક દેખાતો પ્રેમ પણ મોહના ઘરનો છે. સાચા પ્રેમનો અર્થ તમને પાલવશે નહિ. દીક્ષા લેવાની ભાવના એ જ માતા-પિતા પરનો સાચો પ્રેમ છે. એની પાછળ રૂએ એ ખોટો પ્રેમ, ન રૂએ એ સાચો પ્રેમ. આ વાત તમારા માનવામાં આવશે ? માટે તમે જેને પ્રેમ કરો છો, તેને હું મોહના ઘરનો કહું છું. કયા પ્રેમીએ પોતાના પ્રેમીના આત્માની ચિંતા કરી ? સ્વાર્થની માત્રા ઓછી હોય તો પ્રેમી ખાતર કદાચ પોતે સહન કરે પણ એય ક્રિયા શાની ? બહારની જ ને ? પોતાનો પ્રેમી આત્મા દુર્ગતિમાં ન જાય તે માટે શું કર્યું ?
મૈત્રીભાવના એ સાચો પ્રેમ છે. પરહિતચિંતા એ મૈત્રીભાવના છે. મૈત્રીભાવના એટલે પરસ્પર ભેગા થઈને ચા-પાણી પીવાં કે અરસપરસ ભેટ સોગાદો આપવી એ નહિ પણ એકબીજાના આત્માની ચિંતા કરવી એ છે. સાધર્મિક પરસ્પર ભેગા થઈ ભોજન આદિ કરે એમાં વાંધો નથી પણ તે સાથે