________________
૫૩૪.
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
–– 1104 નથી તેમ દુર્ગુણ પણ નથી માટે એ વંદ્ય છે; પણ અહીં તો વેષ છે પણ સાથે દુર્ગુણ છે માટે એને ન વંદાય. જો કોઈ જાણવા છતાં વાંદે તો તે એના દોષનો પોષક થાય અને પોતાનો અનંત સંસાર પણ વધારે. જેને સંસારની અસારતાની ભાવના નથી, મુક્તિનો પ્રેમ નથી પણ ઓઘદૃષ્ટિએ ક્રિયા કરે છે, બે કલાક ગાળે છે તેને તો એટલી શાંતિનો લાભ છે કેમકે એના હૃદયમાં જેમ સારી વૃત્તિ નથી તેમ મલિન વૃત્તિ પણ નથી; પણ જે ખરાબ વૃત્તિએ ક્રિયા કરે છે તે તો ત્યાંના બે કલાકમાં પાપની યોજના કરે છે. બહાર ચાળા ગમે તેવા કરે પણ હૈયામાં ભાવના કઈ ? જિનપૂજનમાં એનો હેતુ નામનાનો છે, સમાજમાં રહેવાનો છે, પોતાનું ટટ્ટ નભાવવાનો છે. એવાને એ ધર્મક્રિયાથી કશો જ લાભ નથી. એણે તો માત્ર ત્યાં સ્વાર્થની જ યોજના ઘડી છે. પોતે જૂઠો છતાં ગ્રાહક પાસે સાચો મનાવવા મોટું તિલક કરે એ શું ? મંદિરમાં આવનારા આવા પણ હોય છે. એને ફળ્યું શું ? આવાઓને વ્યાખ્યાન ફળે ? "
એક વેપારી શ્રાવક મહાશ્રોતા ગણાતો હતો. જ્ઞાનદૃષ્ટિએ નહિ પણ બાહ્ય દેખવાની દૃષ્ટિએ એ ઠીક ગણાતો હતો. વ્યાખ્યાન બરાબર સાંભળે. ક્યારેક ડોલી ઊઠે, ક્યારેક આંખમાં પાણી પણ લાવે. આવી કોટિનો એ હોઈ એ એક સારો શ્રોતા મનાતો. નિયમિત આવનારો હોઈ ક્યારેક પાંચ-દશ મિનિટ મોડો થાય તો ગુરુ પણ એના આવવાની રાહ જુએ. તે દિવસે વ્યાખ્યાન એટલું મોડું શરૂ થાય, આવી એની છાપ હતી. એની ક્રિયા કોઈ જુએ તો એને એ પરમશ્રાવક લાગે. મંદિરમાં બબ્બે કલાક કાઢે. આવો એ પરમ શ્રોતા એક દિવસ વ્યાખ્યાનમાં ન આવ્યો અને વ્યાખ્યાન પણ તે દિવસે ન થયું. બીજે દિવસે આવ્યો ત્યારે ગુરુમહારાજે આગળને દિવસે ન આવ્યાનું કારણ પૂછ્યું. આવો મુખ્ય શ્રોતા ગણાતો હોય તેને પુછાય તો ખરું ને ? શેઠે જણાવ્યું કે “સાહેબ ! ગઈ કાલે તો એક એવું મોટું વિઘ્ન ઊભું થઈ ગયું કે જેથી આવી જ ન શક્યો.” ગુરુ કહે “એવું શું વિઘ્ન આવી ગયું ?” શેઠ કહે “સાહેબ ! મારા દીકરાના દશ જ વરસના છોકરાએ મારી સાથે આવવાની હઠ લીધી. ઘણો સમજાવ્યો પણ કોઈ વાતે માને નહીં. એને સમજાવતાં સમજાવતાં જ વ્યાખ્યાનનો સમય પસાર થઈ ગયો એટલે અવાયું નહિ.' ગુરુ મહારાજ કહે “અરે, એમાં શું ? એને સાથે લઈ આવવો હતો ને ?” શેઠ કહે “મહારાજ ! આપ તો ભદ્રિક છો. અમારા જેવા પથ્થર પણ આપની દેશનાથી પીગળી જાય તો એ કુમળા બાળકનું શું ગજું? એ તો જ્યારે બરાબર પાક્કો થઈ જાય ત્યારે લવાય. આપની પાસે તો પાક્કા ઘડાનું કામ કે જે કદી વાત