________________
શતક ૧૨ મું: ઉદ્દેશક-૧
૧૫ જોઇતું જ હોય અને તે મેળવવા માટે શ્રેડી ઘણી શ્રદ્ધા હોય તે સૌથી પહેલા યથાશક્તિ કષાયને ક્ષય કરવા માટે કે તેમને ઉપશમ કરવા માટે જ પ્રયત્ન કરે જોઈએ. તે કષાયે ચાર પ્રકારના છે – અનંતાનુબંધી કષાય, અપ્રત્યાખ્યાન કષાય, પ્રત્યાખ્યાન કષાય અને સંજ્વલન કષાય. તે પ્રત્યેકના કોધ માન માયા અને લેભના ભેદે સેળ ભેદ થાય છે.
જીવમાત્રની લેશ્યાઓ સમયે સમયે બદલાતી રહેવાના કારણે અનંતાનુબંધી કષાયમાં જીવન યાપન કરનાર જીવને પણ કઈક સમયે અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન કે સંજ્વલન કષાયને પણ રસાનુભવ થઈ શકવાના કારણે તે સમયમાં જ સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ સુલભ બનવા પામે છે. માટે જ અનંતાનુબંધી કષાયને સ્વામી નરકમાં ગયા પછી પણ કેઈક સમયે સારાં નિમિત્તો મળતાં સમ્યક્ત્વને પ્રાપ્ત કરવા માટે લાયક બને છે. એટલું ધ્યાનમાં રાખવાનું કે “અનંતાનુબંધી કષાયની વિદ્યમાનતામાં કઈ પણ જીવને કઈ કાળે પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી, અને પ્રાપ્ત થયેલું સમ્યકત્વ ટકી પણ શકતું નથી.
આ પ્રમાણે આ પ્રથમ કષાયમાં જ્યારે અપ્રત્યાખ્યાન આદિ કષાનું મિશ્રણ થશે ત્યારે તેમને દેશવિરતિની પ્રાપ્તિ પણ સુલભ બને છે. ઉદાહરણરૂપે ચોથી નરકમાં રહેલા રાવણ અને લક્ષ્મણના જીવે છે, એમ એક કષાયનું બીજા કષાયમાં મિશ્રણ થતાં માનવના અધ્યવસાય બદલાતા રહે છે. જેમ અનંતાનુબંધમાં અનંતાનુબંધ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન અને સંજવલન. અપ્રત્યાખ્યાનમાં અનેતાનુબંધ અપ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન અને સંજવલન. પ્રત્યાખ્યાનમાં અનંતાનુબંધ