________________
૪૮૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
છે, ગુપ્ત નાસ્તિક છે અને પરમાત્માપદને કટ્ટર બૈરી છે. આ પ્રમાણે વિચારો આવતા સામિલ દ્વિજ દેવાધિદેવ ભગવંતના ચણામાં ઢળી પડ્યો અને દ્રવ્ય તથા ભાવથી ચરણ વંદન કરીને શ્રદ્ધા સવેગના ભર્યાં તે દ્વિજ પરમાત્માને કહી રહ્યો છે કે હે પ્રભુ!! આપશ્રીની યથાર્થ વાણી સાંભળીને મારૂ મિથ્યાજ્ઞાન શાંત થયું છે, કેમકે ‘ષ્ટિ તેવી સૃષ્ટિ”. આજ સુધી હું સંસારને જીતવા માંગતા હતા, મારી પ્રતિષ્ઠા વધારવા માંગતા હતા, કારણ કે મિથ્યાત્વના કાળા રંગથી રંગાયેલી મારી દિષ્ટ સંસાર પર હતી, પરંતુ આજે મારી ષ્ટિ બદલાઈ અને સ ંસાર ઉપરથી ઉતરીને મારા આત્મા પર પડતાં જ મને જણાઈ આવ્યું છે કે “ જ્યાં સુધી મારા ઉપર વિષય વાસનાની કાળી નાગણુ ચક્કર મારી રહી હાય, ભાગ લાલસાની જીવતી ડાકણુ મને સતાવી રહી હાય તથા કષાયરૂપી ભૂતડા જ મને સંપૂર્ણ પણે ખતમ કરીને મારા પર જીત મેળવીને બેઠા હાય ત્યાં સુધી હું સ'સારને શી રીતે જીતવાના હતા ? ” માટે હે પ્રભા ! આજે આપશ્રીનાં ચરણાના સ્વીકાર કરૂ' છું. આપશ્રીનું પ્રવચન સદ્ગું છું અને તેમ કરીને અત્યારે જ આપશ્રીના અનન્ય ઉપાસક બનુ છું.
હે પ્રભો ! યદ્યપિ આપશ્રીનાં ચરણામાં અત્યાર સુધી ઘણા રાજા-મહારાજા–તલવીરા, માંડલીકા, કૌટુ ખિકા, ઇબ્યા, શ્રેષ્ઠિઓ, સેનાપતિએ અને સા વાહે ઉપરાંત તેમની ધર્મપત્નીએ, પુત્રી, અને પુત્રાએ પણ શ્રદ્ધા સવેગપૂર્વક સવરતિ ધને સ્વીકારી કૃતકૃત્ય થયા છે, તેમ છતાં પણ હું સવિરતિ ધર્મ સ્વીકારવા માટે સમર્થ નથી, તા મારા માટે શ્રાવક ધર્માંના યથા ચાગ્ય ઉપદેશ આપીને કૃતકૃત્ય કરશે। તેવી મારી માંગણી છે.