________________
શતક ૨૦ મું: ઉદ્દેશક-૨
પ૭૭ કોઈના કાન, કોઇની ચામડી, કેઈની જીભ કે કેઈન મનને કે તેની પ્રવૃત્તિને તથા શ્વાસે શ્વાસને ઘાત કરે, છેદ કર અથવા કેઈને ભૂખે મારે, દુઃખી બનાવો આદિ પ્રાણાતિપાત છે. પ્રાણાતિપાત સ્વધર્મ નથી
આ પ્રાણાતિપાત જવને સ્વભાવ (સ્વધર્મ) હેઈ શકે નહીં. કેમકે જેના માટે જીવાત્માને કંઈક કરવું પડે તે સ્વધર્મ નથી પણ પરધર્મ છે, પ્રાણાતિપાતાદિ ક્રિયામાં જીવમાત્રને વિશેષ પ્રવૃત્તિ કરવાની ફરજ પડે છે, તે વિના કેઈપણું જીવને ઘાત, હનન, દુખત્પાદન, પીડન, મારણે, તાડન, આક્રમણ આદિ થતું નથી. માટે જ પ્રાણાતિપાત (જીવહિંસા) કોઈ કાળે સ્વધર્મ નથી, પણ પરધર્મ જ છે અને “રામમથાવ:” એટલે કે પ્રાણાતિપાતાદિમાં મરવું તે અત્યંત ભયાવહ છે. કેમકે બીજા પ્રાણીને મારનાર જ બીજા ભવમાં યમદૂતને માર ખાય છે, ભૂખે મારનાર ભૂખે મરે છે, રેવડાવનાર રેવે છે, બીજાના હાથે પગ આંખ -કાન કે ચામડીને કાપનારને જ આવતા ભવમાં પગ કપાય છે, હાથ છેદાય છે, આંખ સર્વથા કમજોર હોય છે, કાને બહેરે હોય છે, પગને લંગડે ઈત્યાદિક ફલાદેશેને જોયા પછી નિશ્ચિત થાય છે કે પ્રાણાતિપાત ધર્મ નથી, ચારિત્ર નથી પણ મહાભયંકર પાપ છે, માટે તેનું વિરમણ કરવું, કરવાની ટ્રેનિંગ લેવી તેને જ ધર્મ કહેવાય છે, ચારિત્ર-સદાચાર કહેવાય છે.
અને જેના માટે આત્માને કંઈપણ પ્રયત્ન કરવાને રહે નથી માટે પ્રાણાતિપાત વિરમણ સ્વધર્મ છે, તેથી જ “રવા નિધન શ્રેયા એટલે અહિંસા ધર્મની આરાધના કરતાં કરતાં મૃત્યુ પણ થાય તે શ્રેયસ્કર છે.