________________
શતક ૨૦ મું: ઉદ્દેશક-પ
૬૨૫ પ્રમાણે છે. બીજા પરમાણુને મળવાવાળે કદાચ ધે વર્ણવાળો હોય તે મરનાર પરમાણુ પાંચ વર્ણમાં ગમે તે વર્ણને હાઈ શકે છે. સામે વાળે તીખા રસને હેય તે મળનાર પાંચ રસમાંથી ગમે તે રસનો હોય, ગંધ માટે પણ ઉપર પ્રમાણે જાણવું. સ્પર્શની વ્યાખ્યા નીચે પ્રમાણે જાણવી. મળવાવાળો કદાચ સ્નિગ્ધ હોય તે મળનાર બીજે પરમાણુ રૂક્ષ હવે જોઈએ અને શીત કે ઉષ્ણુમાંથી ગમે તે હોય ત્યારે સ્કંધ બે સ્પર્શવાળ કહેવાશે; જેમ શીતસ્નિગ્ધ, શીત+રૂક્ષ, ઉષ્ણ+સ્નિગ્ધ તથા ઉષ્ણ+રૂક્ષ. આ ઢિપ્રદેશિક સ્કંધમાં ત્રણ સ્પર્શ નીચે પ્રમાણે થશે. સર્વા શે તે બંને પરમાણુ શીત હોય ત્યારે એક દેશમાં સ્નિગ્ધ અને બીજા દેશમાં રૂક્ષ પણ હતા ત્રણ સ્પર્શ થશે. ચાર સ્પર્શ આ પ્રમાણે, એક દેશ શીત, બીજે ઉષ્ણ અને બંનેમાંથી એક દેશ સ્નિગ્ધ અને બીજો રૂક્ષ હતા દ્વિપ્રદેશિક સ્કંધ ચાર સ્પર્શ. વાળે પણ થશે. શેષ વર્ણન મૂળ સૂત્રથી જાણવું. ત્રિપ્રદેશિક કંધ માટે ભગવંતે કહ્યું કે તેમાં કદાચ એક બે કે ત્રણ વર્ણ હોઈ શકે છે. મળનારા ત્રણે પરમાણુ એક જ વર્ણના હેતા ત્રિપ્રદેશિક સ્કંધ પણ એક વર્ણવાળે રહેશે, એક પરમાણુમાં એક વર્ણ અને મળનારા અને પરમાણુમાં બીજી જાતને એક જ વર્ણ હતા બે વર્ણ અને ત્રણે પરમાણુ જુદા જુદા વર્ણોથી ત્રણ વર્ણવાળે ત્રિપ્રદેશિક સ્કંધ બનશે. રસ ગંધ અને સ્પર્શ માટે ઉપરની કલ્પના કરવી. આ પ્રમાણે અનંત પ્રદેશિક સ્કંધ માટે પણ જાણવું જે મૂળ પાઠમાં સ્પષ્ટ છે. પરમાણુ કેટલા પ્રકારે છે?
ભગવંતે નીચે પ્રમાણે ચાર પ્રકારે પરમાણુ કહ્યાં છે -