________________
શતક ૨૦ મું : ઉદ્દેશક-૮ કર્મભૂમિ આદિ માટેની વકતવ્યતા ' જવાબમાં ભગવંતે, પાંચ ભરત, પાંચ એરવત અને પાંચ મહાવિદેહ રૂપે પંદર કર્મભૂમિઓ કહી છે. જ્યાં (૧) અસિ-તલવાર, ચપુ, કુહાડે, બાણ, આદિ શસ્ત્રો
વિદ્યમાન હોય છે અને તેને ઉપયોગ કરનારા પણ છે. (૨) મસિ –લેખનાદિના સાધને હોય છે. (૩) કસિ –ખેતીવાડી, બાગ, વાડી આદિ હોય છે, ઉપરના
ત્રણે કર્મો હેવાથી તે કર્મભૂમિ કહેવાય છે.
આ ક્ષેત્રમાં જન્મેલા માનવીને રાગ છે, કેષ છે, માટે કર્મોને બાંધે છે અને જ્યારે સંસારથી કંટાળે છે ત્યારે વૈરાગ્યવાસિત થઈને કર્મોનું હનન કરે છે. જ્યાં રાગદ્વેષની પ્રક્રિયા હોય છે ત્યાં વૈરાગ્યાદિની પ્રાદુર્ભુતિ પણ હોય છે.
જંબુદ્વિીપમાં છ પર્વતેની વચ્ચે સાત ક્ષેત્રે રહેલા છે, તેમાંથી ભરત, ઐરાવત અને મહાવિદેહને કર્મભૂમિ કહી છે. જમ્બુદ્વીપ, ઘાતકીખંડ અને પુષ્પરાવર્તમાં પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહની સંખ્યા ગણતાં પંદર ભૂમિઓ થાય છે.
જ્યાં ઉપરોક્ત પદાર્થો નથી તેવાં હૈમવત, હરણ્યવત, હરિવર્ષ, રમ્યફ, દેવકુરૂ તથા ઉતરકુરૂ, આ છ ક્ષેત્રે પણ પાંચ પાંચની સંખ્યામાં હેવાથી અકર્મભૂમિઓની સંખ્યા ત્રીશની કહેવાઈ છે. જ્યાં પુણ્ય કર્મની પ્રચુરતા હોવાથી આ ક્ષેત્રે ભેગભૂમિ કહેવાય છે. મહાવિદેહ ક્ષેત્ર કર્મભૂમિ છે છતાં તત્રસ્થ દેવકુરૂ અને ઉતરકુરૂ નામની બે અકર્મભૂમિઓ પણ