________________
૬૩૨
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે ભા. ૩
કહેવાઈ છે. આમાં મનુષ્યેાના જ ભેદ તરીકે યુગલિયાએ જન્મે છે, તેઓ ભાગ પ્રધાન હેાવાથી અરિહૅતાના ધર્મની યાગસાધના મુદ્દલ કરી શકતા નથી, પુણ્યકર્મોની પ્રચુરતાના કારણે કષાયભાવ પણ મંદ હાય છે તેથી દેવગતિ તેમને માટે નિયમા છે. કેમકે ચેગ અને ભેગ એક સાથે રહેતા નથી. તેમ છતાં પણ જુગાર, માંસ ભાજન, શરાબપાન આદિના કારણે નરકભૂમિ પણ નકારી શકાતી નથી. તેા પછી મનુષ્યાને માટે શું પૂછવાનું ?
ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળની મર્યાદા ભરત અને અરાવત ક્ષેત્રને માટે છે, જ્યારે મહાવિદેડુ ક્ષેત્રમાં સદૈવ ચેાથે આરે છે.
મહાવિદેહ ક્ષેત્ર અને પાંચ ભરત તથા પાંચ ઐરાવત ક્ષેત્રના વચલા ખાવીશ તીથ કરેા પાંચ મહાવ્રત અને સપ્રતિક્રમણ ધર્મના ઉપદેશ કરતા નથી. જ્યારે પહેલા અને છેલ્લા તીથંકરે પાંચ મહાવ્રતના ઉપદેશ કરે છે અને મહાવિદેહમાં ચાર ત્રતાના ધમ છે.
જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં આ ચાલુ અવસર્પિણી કાળમાં ઋષભ, અજિત, સભવ, અભિનંદન, સુમતિ, સુપ્રભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભુ, પુષ્પદ'ત, (સુવિધિ) શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમી, પાર્શ્વ અને વધુ માન નામે ચાવીસ તીથ કર થયા છે.
ઉપરના ચેાવીશ તીથ કરાના અંતરા તેવીશ (૨૩) જાણવા. જેમ ઋષભ અને અજિતના અંતર, અજિત અને સંભવના, તેમ પાર્શ્વ અને વધુ માનના અતર આમાંથી ઋષભથી ચ`દ્રપ્રભ સુધી અને શાંતિનાથથી મહાવીરસ્વામી સુધી આઠ આઠે અંતરામાં કાલિક શ્રુતના વિચ્છેદ થયા નથી. જ્યારે સુવિધિનાથથી ધર્મનાથ સુધીના સાત અંતરામાં કાલિક શ્રુતનો વિચ્છેદ થયા છે.