________________
શતક ર૦ મું : ઉદ્દેશક-૯ વિદ્યા તથા ચારણેની વક્તવ્યતા
હે પ્રભે! ચારણે કેટલા કહ્યાં છે?
જવાબમાં ભગવંતે વિદ્યાચારણ તથા જ ઘાચારણ રૂપે બે પ્રકારે કહ્યાં છે. પોતાની લબ્ધિથી આકાશમાગે અતિવાય ગમન કરવાની શક્તિ વિશેષના માલિકને ચારણ મુનિ કહેવાય છે. તેમાં પૂર્વગત શ્રુતદ્વારા ગમન કરનારને વિદ્યાચારણ અને જંઘાના વ્યાપારથી ગમન કરનારને જંઘાચારણ કહેવાય છે.
ભગવંતે ફરમાવ્યું કે નિરંતર છઠ્ઠ (બે ઉપવાસ)ની તપશ્ચર્યા વડે અને પૂર્વગત મૃતરૂ૫ વિદ્યા વડે તપલબ્ધિને પ્રાપ્ત થયેલે મુનિ વિદ્યાચારણ છે. જેની આકાશમાં ફરવાની શક્તિ ત્રણ લાખ, સેળ હજાર, બસે સત્યાવીશ એજનની પરિધિવાળા જબુદ્વીપને કેઈ મહદ્ધિક દેવ “આ કરૂં છું” એમ ત્રણ ચપટી વગાડે તેટલા કાળમાં આ મુનિ ત્રણવાર જંબુદ્વીપની પરિધિને ગતિ વડે પૂર્ણ કરે છે. તેમની તિર્યગતિ એક ઉત્પાત વડે માનુષતર પર્વત ઉપર સ્થિર રહે છે અને ત્યાંના ચૈત્ય (જિનેશ્વર દેવના મંદિરે)ને વાંદી બીજા ઉત્પાતે નંદીશ્વરદ્વીપના ચૈત્યને વાંદી ત્યાંથી ત્રીજા ઉત્પાતે પાછા પિતાના સ્થાને આવે છે. આજને માનવ એકાદ ફૂટ ક્ષેત્રમાં પિતાનું પગલું માંડી શકે છે જ્યારે સાત્વિક તપ-જપ-જ્ઞાન તથા પૂર્વજ્ઞાન આદિથી લબ્ધિ સંપન્ન મુનિ એક પગલે માનુષેતર, બીજે નંદીશ્વર અને ત્રીજે પગલે પિતાના સ્થાને આવી જાય છે.