________________
૬૩૫
શતક ૨૦ મુંઃ ઉદ્દેશક-૯
એક ઉત્પાતે નંદનવન, બીજે પાંડકવન અને ત્રીજે પિતાના સ્થાને આવે છે. શાશ્વત–અશાશ્વત જિન મંદિરોને જુહારવા માટે લબ્ધિસમ્પન્ન મુનિની આ ગતિ છે. આ પ્રમાણે અરિહંત મંદિરને વાંદી નમીને પવિત્રાનુષ્ઠાન કયે છતે પણ ગમનાગમનનું પ્રતિક્રમણ જે કરવામાં આવે તે તે આરાધક છે, અન્યથા આરાધક નથી થતાં, સારાંશ કે સારામાં સારા શુદ્ધાનુષ્ઠાનેનું પ્રતિક્રમણ આવશ્યક છે.
નિરંતર અહમ અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) વડે જે લબ્ધિ પ્રાપ્ત થાય તે જંઘા ચારણ છે. વિદ્યાચારણની લબ્ધિથી જંઘા ચારણની લબ્ધિ વિશેષ અધિક હોય છે, માટે દેવની ત્રણ ચપટીમાં આ મુનિ ૨૧ વાર પ્રદક્ષિણા કરે છે. એક ઉત્પાત વડે રચકવર દ્વીપ, બીજે નંદીશ્વર દ્વીપ અને ત્રીજા ઉત્પાતે પિતાના સ્થાને આવી જાય છે.
આ શતક ૨૦ ને ઉદેશે નવમે પૂર્ણ. આ
S