________________
- સમાપ્તિ વચન અજ્ઞાનીઓના અજ્ઞાનાંધકારને ભેદવામાં ઝળહળ સૂર્ય જેવા સંયમ અને બ્રહ્મચર્યની સાધના વડે ચમકતા શુકના તારા જેવા, ઉપદેશામૃત વડે જીવાત્માઓના કષાયને શાંત કરવામાં ચન્દ્ર જેવા, જર્મન, ફ્રાંસ, ઈટાલી, અમેરિકા, યુરેપ આદિ દેશના વિદ્વાનોને જૈન ધર્મને પરિચય કરાવવામાં બ્રહ્મા જેવા.
સ્યાદ્વાદ-નયાદિ તત્વ દ્વારા ભારતીય વિદ્વાનની ધાર્મિક રક્ષા કરવામાં વિષ્ણુ જેવા, અને અજ્ઞાન-મિથ્યાભ્રમ તથા રૂઢીવાદને દફનાવવામાં શંકર જેવા શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ, દેવાધિદેવ, ભગવાન મહાવીરસ્વામીની ૭૪ મી પાટપરંપરાને દેદીપ્યમાન કરી જગતમાં અમર થયા છે. તેમના ઘણું શિખ્યામાં, શાસનદીપક, સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ પિતાની સાહિત્ય રચના, વકતૃત્વકળા આદિ સદ્દગુણેથી જૈન જૈનેતરમાં પ્રસિદ્ધિને પ્રાપ્ત થયેલા હતાં. તેમના શિષ્ય ન્યાય વ્યાકરણ કાવ્ય તીર્થ પંન્યાસ શ્રી પૂર્ણનન્દવિજયજીએ (કુમારશ્રમણે) પિતાના અતજ્ઞાનના અભ્યાસ માટે, મતિજ્ઞાનના વિકાસ માટે અને સ્વાધ્યાયની વૃદ્ધિ માટે ભગવતી સૂત્ર જેવા આગમ ગ્રન્થ ઉપર યથામતિ વિવેચના કરી છે.
शुभं भूयात् सर्वेषां जीवानाम् ।। सर्वे जीवा अहिंसा त-वं प्राप्नुयुः ।।
શતક ૨૦ મું પૂર્ણ સં. ૨૦૩૫, અક્ષય તૃતીયા, મુંબઈ સાંતાક્રુજ (વેસ્ટ)ના ઉપાશ્રયે આ પ્રસ્તુત પુસ્તક સંપન્ન થયું. ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ ત્રીજો
સમાત,
ખાસ શ્રી
સ માટે
તો સૂર