________________
६२४ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
પરમાણુમાં કાર્યત્વ રહેલું હોવાથી, સ્કંધ જે વર્ણને હશે તેનાથી છુટા પડેલા પરમાણુમાં પણ તે જ વર્ણ રહેશે, જેમકે કાળા રંગને સ્કંધ હોય તે તેને પરમાણુ પણ તે વર્ણને જ હશે. એટલે તે પરમાણુ કાળા વર્ણવાળે કહેવાશે. આ પ્રમાણે બીજા વર્ણ માટે પણ જાણવુ. પાંચ રસ, બે ગંધ, અને સ્પર્શમાંથી ગમે તે રસ, ગંધ કે સ્પર્શ હશે પરમાણુમાં પણ તે જ રસાદિ રહેશે. સ્પર્શમાં કાં તે સ્નિગ્ધ અને કાં તે રૂક્ષ આ બન્ને વર્ણમાં એક સ્પર્શ સાથે શીત અને ઉષ્ણમાંથી એક શેષ રહેતા બે સ્પર્શ અને ઉપરના ત્રણ ગુણ મળતા પાંચ ગુણ પરમાણુના સમજવા.
પરમાણુમાં કારણત્વ પણ રહેલું હોવાથી બે પરમાણુ જ્યારે ભેગા મળશે ત્યારે તે કાં તે સ્નિગ્ધ હશે કાં રૂક્ષ હશે. પણું બને પરમાણુ રૂક્ષ હતા કે બને સ્નિગ્ધ હોતા બંધ થતું નથી અને એકલે પરમાણુ સંસાર માટે કંઈ પણ કરવા માટે ક્ષમતાવાળે નથી. પણ સ્કંધ કે સ્કથી સંસારને વ્યવહાર ચાલે છે. તે બધામાં વર્ણાદિ માટેની વ્યવસ્થા નીચે પ્રમાણે છે.
ભગવંતે ફરમાવ્યું કે જ્યારે બે પરમાણુ ભેગા મળે ત્યારે તે બન્ને એક જ વર્ણના, એક જ રસના, એક જ ગંધના હોય અને સ્પર્શ પણ સમાન હોય તે દ્વિપ્રદેશિક સ્કંધ પણ એક વર્ણ, એક ગંધ, એકરસ અને સ્પર્શ બેની સંભાવના જાણવી. પરંતુ ભેગા મળતા બને પરમાણુ જુદા જુદા વર્ણના હોય જેમ એક પરમાણુ કાળે અને બીજો છે, એક તીખા રસને, બીજે કડવા રસને. એક સુગંધ, બીજે દુધ. ત્યારે ઢિપ્રદેશિક સ્કંધ પણ બે વર્ણ, બે રસ અને બે ગધને કહેવાશે, સ્પર્શ—બે-ત્રણ કે ચાર હોય છે. આને સ્પષ્ટાથે આ