________________
શતક ર૦ મું : ઉદ્દેશક-૬ '
પૃથ્વીકાયિકાદિના ઉત્પાદ માટે વક્તવ્યતા :
હે પ્રભે ! રત્નપ્રભા તથા શર્કરા પ્રભા નરક પૃથ્વીની વચ્ચે રહેલે પૃથ્વીકાયિક જીવ મરણ સમુદુઘાત કરી સૌધર્મ દેવલેકમાં પૃથ્વીકાયિકરૂપે ઉત્પન્ન થવા ગ્ય છે? ઉત્પન્નાન્ડર આહાર કરે ? અથવા પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય છે અથવા ઉતપન્ન થયા પછી આહાર કરે છે.
અતિતીવ્ર મરણત દુઃખથી પીડિત જીવ અન્તર્મુહૂર્ત પ્રમાણ આયુષ્ય શેષ રહે ત્યારે આત્મપ્રદેશથી મુખાદિ છિદ્રોને પૂરી દે છે, પહોળાઈ અને જાડાઈ શરીર જેટલી રાખે છે અને લંબાઈમાં જે સ્થાને ઉત્પન્ન થવાનું છે તેટલા ક્ષેત્રને વ્યાપીને અન્તર્મુહૂર્તમાં મરણ પામે અને આયુષ્ય કર્મના ઘણા પુદુગલેને નાશ કરે છે તેને મરણત સમુદ્દઘાત કહે છે. કેઈ એક જીવ સમુઘાત કરીને ભવાંતરમાં ઉત્પન્ન થાય છે. પછી આહાર કરે છે તથા શરીરની રચના કરે છે. કોઈ બીજે જીવ સમુદ્દઘાત કર્યા પછી પાછો પોતાનાં શરીરમાં આવીને ફરીથી સમુદ્દઘાત કરી ભવાંતરમાં ઉત્પન્ન થાય છે. જીને સમુદ્ધાત બે પ્રકારે છે, જ્યારે દેશથી સમુદુઘાત કરે છે ત્યારે મરણ સમુદ્રઘાતથી નિવૃત થઈ, પહેલાનાં શરીરને છેડી દડાની ગતિથી જાય છે. માટે પહેલા ઉત્પન્ન થાય છે પછી આહાર કરે છે પરન્તુ સર્વ સમુદ્દઘાતમાં ઇલિકા ગતિએ ત્યાં જાય છે. પછી