________________
શતક ર૦ મું : ઉદ્દેશક–૫ પરમાણુમાં વદિ કેટલા?
વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ ચારે પુગમાં જ હોય છે, તેથી ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભો ! પુદ્ગલ પરમાણુમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ કેટલા હોય છે? જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! યુગલના એક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ અવશ્યમેવ રહેલા હોય છે, જે બધાયના વીશ ભેદ છે. જેમાંથી પરમાણુમાં પાંચ ગુણ અને સ્કંધમાં વીશ ગુણની વિદ્યમાનતા જાણવી. દ્વિ પ્રદેશિકથી લઈ અનંત પ્રદેશિક ઔધો જાણવા. એટલે કે એક પરમાણુ બીજા પરમાણુને મળે તે દ્વિ પ્રદેશિક આ પ્રમાણે જ અનંત પરમાણુ ભેગા થાય તે અનંત પ્રદેશિક સ્કંધ કહેવાય છે.
શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ આ ચાર સ્પર્શેમાંથી પરમાણુમાં બે સ્પર્શ જ જાણવા. શીત અને ઉષ્ણુ તથા સ્નિગ્ધ અને રૂક્ષ પરસ્પર વિરોધી હેવાથી બેમાંથી એક સ્પર્શ જાણ. જેમકે શીત અને સ્નિગ્ધ, ઉષ્ણુ અને સ્નિગ્ધ, શીત અને રૂક્ષ, તથા ઉષ્ણ અને રૂક્ષ.
પરસ્પર વિરુદ્ધ બે પરમાણુ જ્યારે ભેગા મળે તેને અંધ કહેવાય છે, જેની ચર્ચા પહેલા અને બીજા ભાગમાં કરી છે.
ભેગા થનારા પરમાણમાં કોઈ પરમાણુ કાળ, ધૂળે, પીળ, નીલે, અને રાતે આમાંથી એક વર્ણવાળ હોય, પાંચ રસમાંથી એક રસવાળે, બે ગંધમાંથી એક ગંધવાળે અને ચાર સ્થશમાં બે સ્પર્શ હેય. આ પ્રમાણે પાંચ ગુણ સમજવા.