________________
શતક ૨૦ મું ઉદ્દેશક-૨
૫૯૯ ગુણ ગાયા પછી કહેશે કે મારી માવડીમાં બધું સારું છે, પણ ઘરમાં કંકાસની આદત તેની મટતી નથી... આ પ્રમાણે પરમદિવાદના દોષે દૂધપાકમાં ખટાશ નાખવા જેવું કરી નાખશે માટે આ પાપ છે.
(૧૮) ર૬-ર૩ વિવેકું વા–રતિ-અરતિના ત્યાગને ધર્મ કહ્યો છે, જ્યારે રતિ અને અતિ સ્વયં પાપ જ છે કેમ કે તેના માલિકની લેશ્યાઓને સ્થિર ન રાખવામાં આ દેષ મુખ્ય ભાગ ભજવી રહ્યો છે. માટે કહેવાયું છે કે..... , રતિઃ વિષg ગોહનીયોલયા વિરામરતિઃ (ભગ ૮૦ )
સ્ટેજ પર જૂદા જૂદા રૂપ, વેષ અને ભાષા આદિને ધારણ કરતા નટની જેમ મેહનીય કર્મનાં ઉદયમાં માનવનું મન એકેય પદાર્થ પર સ્થિર રહેતું નથી, માટે જ પાંચ મિનિટ પહેલા જે પદાર્થ ગમતું હતું તે બીજી ક્ષણે ગમતું નથી. આજે આની સાથે આનન્દથી રહ્યાં, હસ્યા, બેલ્યા અને ખાધા પીધા પણ બીજા દિવસે તેજ વ્યક્તિ સાથે લડ્યાં, ઝગડ્યાં. આજે ખાવામાં “અડદની દાળ ગમી અને બીજા દિવસે તે દાળ માટે જીભાજોડી કરી ઘરમાં ક્લેશ ઉભે કર્યો, ઈત્યાદિ પ્રસંગોમાં કઠપૂતળીની જેમ આપણને, આપણી બુદ્ધિને ભમાવનાર, નચાવનાર મેહકમ સિવાય બીજું એકેય તત્વ નથી. આ કર્મથી ઉત્પન્ન થયેલી રતિ–અરતિ નામની જોગમાયાના પાપે સાધની વેશ્યાઓ કેવી રીતે સ્થિર રહેવા પામશે? અને તે વિના સાધકના કેવા હાલ અને તમાશા થશે? તે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.ના જ્ઞાનમારનું ઐયષ્ટકને ભણ્યા અને મનન કર્યા પછી જ કંઈક જ્ઞાન સંજ્ઞાની પ્રાપ્તિ સુલભ બને છે.