________________
૬૧૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩, શરીરમાં શક્તિ હશે તે આત્મામાં પણ શક્તિ આવશે તેમ સમજીને આત્માને ખ્યાલ રાખ્યા વિના શરીરના પિષણમાં જીન્દગી પસાર કર્યો છતે પણ તેને આત્મા કેઈ કાળે શક્ત બની શક્યો નથી. કેમકે પાયાની ખોટ જીન્દગીના છેલ્લા શ્વાસે પણ નડ્યા વિના રહેતી નથી. આત્માથી શક્તિ હીન બનેલા કે આત્મજ્ઞાન જેમને પ્રાપ્ત થયું નથી તેવા આત્માઓને આટલું પણ સત્યજ્ઞાન હેતું નથી કે શરીર અને આત્મા જૂદા–સર્વથા જૂદા હોવાથી ગમે તેટલા કેશરીયા દૂધ કે માલ મિષ્ટાન્નથી પોષાયેલા શરીરથી આત્મામાં શક્તિ કેવી રીતે આવવાની હતી? આ પ્રમાણે અજ્ઞાનના કારણે આખી જંદગી શરીરને પોષવા છતાં પણ આત્માને સમ્યજ્ઞાનથી પરિપુષ્ટ કરી શકતા નથી, ત્યારે ભાગ્યમાં ભેગેષણાદિ જ શેષ રહે તેમાં શું આશ્ચર્ય ?
આનાથી વિપરીત આપણે જાણીએ છીએ કે સત્યજ્ઞાનના સદુભાવમાં આયંબીલ તપશ્ચર્યા દ્વારા લુખા-સુકા ભેજન કરનારા, એકાસણું દ્વારા એક જ ટાઈમ ખાનારા અને ઉપવાસાદિ દ્વારા ચારે પ્રકારના આહારનો ત્યાગ કરનારાઓને આત્મા દિનપ્રતિદિન પવિત્ર બનતું જાય છે, જેનાથી પિતાના સંયમ કાળમાં એકેય પાપ સેવવાની કે ભગવાઈ ગયેલા પાપને યાદ કરવાની ઇચ્છા તેમને મુદલ હોતી નથી. તેથી જૈન સૂત્રકારે એ કહ્યું કે “સત્યજ્ઞાન જ આત્માની શક્તિ છે.”
ભગવાન મહાવીરસ્વામીના સમવસરણમાં તેમની વાણી સાંભળવા માટે લાખો કરોડોની સંખ્યામાં માનવ સમુદાય એકાગ્ર થઈને બેઠે છે, જેમાંથી કેટલાય જ્ઞાની છે, કેટલાયે જ્ઞાનેચ્છું છે, અને ખાસ કરીને આ વિષયમાં દેવાધિદેવ ભગવંત શું કહે છે તે જાણવાની તમન્નાવાળા છે. ભાવદયાના ભરેલા