________________
શતક ૨૦ મું ઉઘેરાક-૩
૬૧૩ પ્રાકૃતિક ધર્મો હોવાથી સર્વથા અનિવાર્ય છે. એટલે કે જન્મ લીધેલાને મરવાનું સર્વથા અનિવાર્ય છે, એમ સમજી પિતાના આત્માને દેઢ કરીને બધા પાપ, પાપના સંસ્કારે, તથા તે સંસ્કારોની માયાને એક સાથે લાત મારી હમેશાને માટે સીધા રસ્તે પવિત્ર માર્ગે આવી જાય છે.
. જીવનમાં જ્યારે સમ્યગજ્ઞાન હોતું નથી ત્યારે આત્માની શક્તિઓ એટલી બધી દબાયેલી હોય છે જેનાં કારણે પાપાની સજા ભેગવે છે, સર્વત્ર અપમાનિત થાય છે, પોલીસનાં ડંડા ખાય છે. ભરબઝારમાં કાળા મેઢા થાય છે, તે પણ તેઓ પાપકર્મોને ઓળખી પણ શકતા નથી તે પછી ત્યાગી દેવાની વાત જ ક્યાં રહી? આ પ્રમાણે ઉપરના બંને તત્ત્વાશમાં સત્ય જ્ઞાન અને મિથ્યા જ્ઞાનમાં કેટલી તાકાત રહેલી છે તે સાફ સાફ દેખાઈ રહી છે.
ઘણીવાર આવું પણ જોવામાં આવે છે કે “સંસારની માયા મળી ન હોય, મળેલીને ભોગવવામાં અંતરાયે નડ્યા હોય કે નડતા હોય અથવા ભેગવવાને માટે ભક્તામાં શક્તિ જ ન હોય તે સંભવ છે કે, ભાડુતી વૈરાગ્યવત બનીને ઉપરના મનથી માયાને છેડી પણ દે છે, પરંતુ આંતર જીવનમાં સમ્યગ જ્ઞાનની પકડ જોરદાર ને હેવાના કારણે બાહ્યદષ્ટિએ છેડી દીધેલા પાપને ત્યાગવા માટે આવ્યંતર મનની તૈયારી હેતી નથી, ફળ સ્વરૂપે તેની ભેગેષણા, વિૌષણ અને લે કેષણ જીવતી ડાકણ બનીને પણ વૈરાગીને સંતાપ્યા વિના રહેતી નથી. આવી સ્થિતિમાં યદિ વૈરાગી પાસે ગુરુકુળવાસ શેડો પણ ન રહ્યો અને સ્વાધ્યાય બળ પણ ન રહ્યો તે હતભ્રષ્ટ, તતભ્રષ્ટ થયેલે તે સાધક સાચો સાધક બની શક્તા નથી.'